કોઇ શરતો હેઠળ વ્યકિતઓને ઝડતી લઇ શકાય તે બાબત - કલમ:૫૦

કોઇ શરતો હેઠળ વ્યકિતઓને ઝડતી લઇ શકાય તે બાબત

(૧) કલમ-૪૨ હેઠળ યોગ્ય રીતે અધિકૃત કરેલ કોઇપણ અધિકારી કલમ-૪૧, કલમ-૪૨ અથવા કલમ-૪૩ની જોગવાઇઓ હેઠળ કોઇ વ્યકિતની ઝડતી લઇ રહ્યા હોય ત્યારે તેણે એવી રીતે જરૂર જણાય તો તેવી વ્યકિતને વિના વિલંબે કલમ ૪૨માં જણાવેલા કોઇપણ ખાતાના નજીકના ગેઝેટેડ અધિકારી સમક્ષ અથવા નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જવી જોઇશે. (૨) આવી માંગણી કરવામાં આવી હોય તો અધિકારી પેટા કલમ (૧)માં જણાવેલ ગેઝેટેડ અધિકારી અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ તેને લઇ જઇ ન શકાય ત્યાં સુધી તેને રોકી રાખી શકશે. (૩) જેની સમક્ષ આવી વ્યકિતને લાવવામાં આવી હોય તે ગેઝેટેડ અધિકારી અથવા મેજિસ્ટ્રેટ ઝડતી માટેનું કોઇ વાજબી કારણ ન જુએ તો તરત જ તે વ્યક્તિને છોડી દેશે પણ અન્યક્ષા ઝડતી લેવાનો આદેશ કરશે. (૪) કોઇપણ સ્ત્રીની ઝડતી સ્ત્રી સિવાય કોઇપણ વ્યકિતથી લઇ શકાશે નહીં, (૫) કલમ-૪૨ હેઠળ યોગ્ય રીતે અધિકૃત કરેલ અધિકારીને એવું માનવાને કારણ હોય કે કોઇ પણ કેફી ઔષધ અથવા મનઃપ્રભાવી પદાથૅ અથવા નિયંત્રિત પદાથૅ અથવા વસ્તુ અથવા દસ્તાવેજના કબજામાંથી જુદા પાડયા સિવાય વ્યકિતની ઝડતી લેવાનું શકય સિવાય નજીકના ગેઝેટેડ અધિકારી અથવા મેજિસ્ટ્રેટને ઝડતી લેવાની વ્યકિતને લઇ જવાનું શકય નથી તો તે આવી વ્યકિતને નજીકના ગેઝેટેડ ઓફીસર અથવા મેજિસ્ટ્રેટ પાસે લઇ જવાને બદલે ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ (સન ૧૯૭૪ના રજા) ની કલમ ૧૦૦ હેઠળ જોગવાઇ કૉઃ । પ્રમાણે વ્યકિતની ઝડતી લેવાનું ચાલુ કરી શકશે. (૬) પેટા કલમ (૫) હેઠળ ઝડતી લીધા પછી અધિકારી આવી ઝડતી માટે જરૂરી હોય તેવી માન્યતા કારણો નોંધશે અને પોતાના તરતના ઉપલા અધિકારીને તેની એક નકલ ૭૨ કલાકમાં મોકલી આપશે.