
ધરપકડ કરાયેલ વ્યકીતઓ અને કબજે લીધેલ વસ્તુઓના નિકાલ બાબત
(૧) કલમ-૪૧, કલમ-૪૨, કલમ-૪૩ અથવા કલમ-૪૪ હેઠળ વ્યકિતની ધરપકડ કરનાર કોઇ અધિકારીએ શકય હોય તેટલું જલદી આવી ધરપકડના કારણો તેને જણાવવા જોઇશે. (૨) કલમ ૪૧ની પેટા કલમ (૧) હેઠળ કાઢેલ વોરંટ હેઠળ ધરપકડ કરેલ વ્યકિત અને કબજે લીધેલ વસ્તુને બિનજરૂરી વિલંબ કયૅ સિવાય જેણે વોરંટ કાઢયું હોય તે મેજિસ્ટ્રેટને મોકલી આપવા જોઇશે. (૩) કલમ ૪૧ની પેટા કલમ (૨) કલમ૪૨, કલમ ૪૩ અથવા કલમ ૪૪ હેઠળ ધરપકડ કરેલ વ્યકિતને અને કબજે લીધેલ વસ્તુને બિનજરૂરી વિલંબ કયૅ સિવાય (એ) નજીકના પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારીને અથવા (બી) કલમ ૫૩ હેઠળ સતા આપેલ અધિકારીને મોકલી આપવા જોઇશે. (૪) પેટા કલમ (૨) અથવા પેટા કલમ (૩) હેઠળ જેને કોઇ વ્યકિત અથવા વસ્તુ મોકલી આપેલ હોય તે સતાધિકારી અથવા અધિકારીએ નિકાલ કરવાની તમામ સગવડ સાથે આવી વ્યકિત અથવા વસ્તુના કાયદા અનુસાર નિકાલ કરવા જરૂરી લાગે તેવા પગલાં લેવા જોઇએ.
Copyright©2023 - HelpLaw