પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારીની સતા સહિત અમુક ખાતાના અધિકારીઓને નિહિત કરવાની સતા
(૧) કેન્દ્ર સરકાર, રાજય સરકાર સાથે વિચાર વિનિમય કયૅ પછી ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને, સેન્ટ્રલ એકસાઇઝ, નારકોટીક, કસ્ટમ, રેવન્યુ, ઇન્ટેનીજન્સ ખાતાના અથવા પેરા મીલીટરી ફોસૅ અથવા આર્મ્સ ફોસૅ સહિત કેન્દ્ર સરકારના બીજા કોઇ પણ ખાતાના બોડૅર સિકયોરીટી ફોસૅના કોઇપણ અધિકારીને અથવા આવા અધિકારીઓ કોઇ વગૅને આ એકટ હેઠળના ગુનાઓની તપાસ કરવા માટે પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારીની સતા સોંપી શકશે. (૨) રાજય સરકાર, ગેઝેટમાં જારેનામું બહાર પાડીને, ડ્રગ્સ કન્ટ્રોલ, રેવન્યુ અથવા એકસાઇઝ ખાતાના અથવા બીજા કોઇપણ ખાતાના કોઇપણ અધિકારીને અથવા આવા અધિકારીઓને કોઇપણ વગૅને આ એકટ હેઠળના ગુનાની તપાસ કરવા માટે પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારીની સતા સોંપી શકશે.
Copyright©2023 - HelpLaw