
અમુક સંજોગો હેઠળના નિવેદનોની સંગતતા
(૧) કોઇ ગુનાની ઇન્કવાયરી અથવા તપાસ દરમ્યાન કલમ ૫૩ હેઠળ ગુનાની તપાસ માટે અધિકૃત કરેલા અધિકારી સમક્ષ કોઇ વ્યકિતએ કરેલું અને સહી કરેલું નિવેદન એમાં જણાવેલી હકીકતોની સચ્ચાઇના પુરાવા માટે આ અધિનિયમ હેઠળ કરેલી ગુનાની ફરિયાદ માટે સંગત ગણાશે. (એ) જયારે તેવું નિવેદન કરનાર વ્યકિત ગુજરી ગઇ અથવા તો તે મળી શકે તેમ ન હોય અથવા તો તે પુરાવો આપવાને અશકિતમાન હોય અથવા તો વિપક્ષથી તેને પુરાવો આપવા માટે આવવા દેવામાં ન આવતા હોય અથવા તો જેને હાજર રાખવા માટે જે વિલંબ થાય અને નાણાંનો ખચૅ થાય તે કોટૅના માનવા પ્રમાણે ગેરવ્યાજબી હોય અથવા (બી) જયારે જેણે નિવેદન કર્યું છે તે વ્યકિતને કોટૅની તેના સમક્ષના કેસમાં સાક્ષી તરીકે તપાસી હોય અને કોટૅ એવા અભિપ્રાયની હોય કે કેસમાં સંજોગો ધ્યાનમાં લેતા ન્યાયના હીત માટે તેનું નિવેદન પુરાવામાં સ્વીકારવું (૨) શકય હશે ત્યાં સુધી પેટા કલમ (૧)ની જોગવાઇઓ આ કાયદા હેઠળની અથવા તો તેની હેઠળના નિયમો કે આદેશો હેઠળની કોઇપણ કાયૅવાહીને અદાલત સમક્ષની કાયૅવાહી સિવાય કોટૅ સમક્ષની કાયૅવાહી તે જેમ લાગુ પડશે તેમ લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw