ગેરકાયદેસર વસ્તુઓના કબજા ઉપરથી માની લેવા બાબત - કલમ:૫૪

ગેરકાયદેસર વસ્તુઓના કબજા ઉપરથી માની લેવા બાબત

આ અધિનિયમ હેઠળની ઇન્સાફી કાયૅવાહીઓમાં વિરૂધ્ધનું સાબિત કરવામાં ન આવે તો અને ત્યાં સુધી કોઇ આરોપી (એ) કોઇ કોફી ઔષધ અથવા પદાથૅના (બી) પોતે વાવેતર કરેલી જમીન ઉપર ઉગાડેલા કોઇ અફીણના છોડ, ભાંગ ગાંજાનો છોડ અથવા કોકાના છોડના (સી) કોઇ કેફી ઔષધ અથવા માદક પદાથૅ બનાવવા માટે ખાસ યોજેલ સધાનના અથવા તે માટે ખાસ અનુકુળ બનાવેલા વાસણોના જથ્થાના (ડી) કોઇપણ સમાગ્રી જેના ઉપર કેફી પદાથૅ અથવા મનઃપ્રભાવી દ્રવ્ય અથવા મનઃપ્રભાવી અથવા નિયંત્રિત પદાથૅ બનાવટની કોઇ પ્રક્રિયા કરવામાં આવી હોય તે અથવા જેમાંથી કોઇપણ કેફી ઔષધ અથવા મનઃપ્રભાવી દ્રવ્ય અથવા નિયંત્રિત પદાથૅ બનાવવામાં આવ્યો હોય તે સામગ્રીના બચેલ કોઇ પણ શેષ