કબજે કરેલ અને સુપરત કરેલ વસ્તુઓનો પોલીસે ચાજૅ લેવા બાબત - કલમ:૫૫

કબજે કરેલ અને સુપરત કરેલ વસ્તુઓનો પોલીસે ચાજૅ લેવા બાબત

પોલીસ સ્ટેશનનો ઇન્ચાજૅ અધિકારીએ તે પોલીસ સ્ટેશનના સ્થાનિક વિસ્તારની અંદર આ એકટ હેઠળ કબજે કરેલ અને તેને સુપરત કરવામાં આવે તેવી તમામ વસ્તુઓ મેજીસ્ટ્રેટના હુકમનો નિકાલ બાકી હોય ત્યાં સુધી તેનો ચાજૅ લઇને સલામત કસ્ટડીમાં રાખવી જોઇએ અને પોલીસ સ્ટેશનમાં આવી વસ્તુ રાખે અથવા તે હેતુ માટે જેને ડેપ્યુટ કયૅ હોય તે કોઇ અધિકારી તેવી વસ્તુ [ ઉપર પોતાનુ સીલ મારવા દેવું જોઇશે અથવા તેને અથવા તેમાંથી નમૂનો લેવા દેવા જોઇશે અને એવી રીતે લીધેલ તમામ નમૂના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીના સીલથી સીલ કરવા જોઇશે.