જાહેર કરાયેલ અધિકારી દ્રારા ધરપકડ કરાયેલ વ્યકિતથી જપ્ત કરાયેલ મિલકતનો રીપોટૅ - કલમ:૫૭ (એ)

જાહેર કરાયેલ અધિકારી દ્રારા ધરપકડ કરાયેલ વ્યકિતથી જપ્ત કરાયેલ મિલકતનો રીપોટૅ

જયારે પણ કલમ-૫૩ હેઠળ જાહેર કરાયેલ કોઇ અધિકારી આ અધિનિયમ હેઠળ ધરપકડ અથવા જપ્તિ કરે અને આવી ધરપકડ અથવા જપ્તિમાં સંકળાયેલ કોઇપણ વ્યકિતને પ્રકરણ-૫-એ ની જોગવાઇઓ લાગુ પડતી હોય ત્યારે તે અધિકારી તેવા વ્યકિત દ્રારા ગેરકાયદેસર રીતે ભેગી કરેલ મિલકતોનો રીપોટૅ આવી ધરપકડ અથવા જપ્તિના નેવું દિવસની અંદર સક્ષમ હકુમત ધરાવતા સતાધીકારીને કરશે.