પજવણીકારક રીતે પ્રવેશ કરવા, ઝડતી લેવા, કબજે લેવા અથવા ગિરફતાર કરવા માટે શિક્ષા. - કલમ:૫૮

પજવણીકારક રીતે પ્રવેશ કરવા, ઝડતી લેવા, કબજે લેવા અથવા ગિરફતાર કરવા માટે શિક્ષા.

(૧) કલમ ૪૨ અથવા કલમ ૪૩ અથવા કલમ ૪૪ હેઠળ સતા આપેલી કોઇ પણ વ્યકિત (એ) શંકાના વ્યાજબી કારણ વગર કોઇ મકાન,વાહન અથવા સ્થળમાં પ્રવેશ કરે કે કરાવે અથવા તેની ઝડતી લે કે લેવડાવે (બી) આ અધિનિયમ હેઠળ જપ્ત થવાને પાત્ર કોઇ ઔષધ અથવા માદક પદાથૅ અથવા બીજી વસ્તુઓ કબજે લેવા અથવા તે માટે ઝડતી લેવાને અથવા કલમ ૪૨, કલમ ૪૩ અથવા કલમ ૪૪ હેઠળ કબજે લેવાને પાત્ર કોઇ દસ્તાવેજ અથવા બીજી વસ્તુ કબજે લેવાને બહાને ખોટી અને ગેરકાયદેસર રીતે કોઇ વ્યકિતની મિલકત કબજે લે અથવા (સી) કોઇ વ્યકિતને ખોટી અને ગેરકાયદેસર રીતે અટકાવી રાખે તેની ઝડતી લે અથવા તેને ગિરફતાર કરે તો તેને છ મહિના સુધીની કેદની અથવા રૂ. ૧૦૦૦/- સુધીના દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે. (૨) કોઇ વ્યકિત જાણી જોઇને અથવા દ્વેષ ભાવથી ખોટી માહિતી આપે અને આ એકટ હેઠળ એવી રીતે ગિરફતાર કરાવે અથવા ઝડતી લેવડાવે તેને બે વષૅ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.