ફરજ પરના અધિકારીની કસુર અથવા આ અધિનિયમની જોગવાઇઓના ઉલ્લંઘન પ્રત્યે આડકતરી મુક સંમતિ - કલમ:59

ફરજ પરના અધિકારીની કસુર અથવા આ અધિનિયમની જોગવાઇઓના ઉલ્લંઘન પ્રત્યે આડકતરી મુક સંમતિ

(૧) જેના ઉપર આ અધિનિયમ હેઠળ ફરજ મુકવામાં આવી હોય પરંતુ પોતાની હોદાની ફરજો બજાવવાનું બંધ કરે અથવા ના પાડે અથવા તેમાંથી તે પોતે પાછો ખસી જાય તો કોઇ પણ અધિકારીની લેખિત પરવાનગી સ્પષ્ટ રીતે મેળવ્યા સિવાય અથવા તેમ કરવા માટે કાયદેસર કારણ હોય તે સિવાય એક વષૅ સુધીની કેદ અથવા દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે. (૨) આ કાયદાથી અથવા આ કાયદા હેઠળ જેના પર ફરજ નાખવામાં આવી છે તેવો કોઇપણ અધિકારી અથવા કોઇપણ વ્યક્તિ જેને (એ) કોઇ બંધાણી વ્યકિતનો અથવા (બી) આ અધિનિયમ હેઠળ જેના પર તહોમત મુકવામાં આવ્યું છે તેની કોઇ પણ વ્યકિતનો હવાલો સોંપવામાં આવ્યો છે. અને જે જાણીજોઇને આ અધિનીયમની કોઇપણ જોગવાઇનો અથવા તે હેઠળ બનાવેલા કોઇપણ નિયમ કે આદેશનો ભંગ કરવામાં મદદરૂપ બને અથવા મુક સંમતિ આપે તેને દશ વષૅથી ઓછી નહી પરંતુ વીસ વષૅ સુધી સુધારી શકાય તેટલા સમયના સખત કેદની અને વળી એક લાખ રૂપિયાથી ઓછી નહીં તેટલી રકમનો પરંતુ જે વધારીને રૂપિયા બે લાખનો કરી શકાય તેટલી રકમનો દંડની શીક્ષા થશે. સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુઓ માટે ઓફિસર શબદમાં હોસ્પિટલની અથવા સરકારથી અથવા સ્થાનિક સત્તાવાળાઓથી ડી-એડીકશન સારવાર આપવા માટે કલમ- ૬૪-એ હેઠળ ચલાવાતી અથવા નિભાવવામાં આવતી અથવા માન્ય કરેલ સંસ્થામાં નોકરી કરતી કોઇપણ વ્યકિત સમાવિષ્ટ છે. (૩) કોઇપણ કોટૅ, કેન્દ્ર સરકારની અથવા પ્રસંગ પ્રમાણે રાજય સરકારની પૂવૅ મંજૂરીથી કરેલી લેખિત ફરિયાદ સિવાય પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) હેઠળના કોઇપણ ગુનાની વિચારણા કરી શકશે નહી.