
ગેરકાયદેસર ઔષધ, પદાર્થ, છોડ, વસ્તુ અને વાહન જપ્ત કરવાની જવાબદારી
(૧) જયારે પણ આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનો કરવામાં આવ્યો હોય ત્યારે જેના સબંધમાં અથવા જેના વડે આવો ગુનો કરવામાં આવ્યો હોય તે કેફી ઔષધ, માદક પદાર્થ, અફીણનો છોડ, કોકાનો છોડ, ભાંગનો છોડ, ચીજવસ્તુઓ સાધનો અને વાસણો જપ્ત થવાને પાત્ર થશે. (૨) પેટા કલમ (૧) હેઠળ જપ્ત થવાને પાત્ર કોઇ કેફી ઔષધ અથવા માદક અથવા નિયંત્રિત પદાથૅ સાથે અથવા તે ઉપરાંત કાયદેસર રીતે બનાવેલ, આંરરાજય આયાત, આંતરરાજય નિકાસ કરેલ, ભારતમાં આયાત કરેલ, હેરફેર કરેલ, બનાવેલ, કબજામાં રાખેલ, વાપરેલ ખરીદેલ અથવા વેચેલ કોઇપણ કેફી ઔષધ અથવા માદક પદાથૅ અને પેટા કલમ (૧) હેઠળ જપ્ત થવાને પાત્ર, કોઇ કેફી ઔષધ અથવા માદક અથવા નિયંત્રિત પદાથૅ ચીજવસ્તુઓ સાધનો અથવા વાસણો જેમાં મળી આવ્યા હોય તે પાત્રો, પેકેટો અથવા બારદાનો, આવા પાત્રો અથવા પેકેટોમાં બીજી વસ્તુઓ હોય તો તે તેવી જ રીતે જપ્ત થવાને પાત્ર થશે. (૩) પેટા કલમ (૧) હેઠળ અથવા પેટા કલમ (૨) હેઠળ થવાને પાત્ર કોઇ કેફી ઔષધ અથવા માદક પદાથૅ અથવા નિયંત્રિત પદાથૅ લઇ જવામાં ઉપયોગ કરેલ કોઇ પશુ અથવા વાહન અથવા કોઇ આર્ટીકલ પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) હેઠળ જપ્તીને પાત્ર ગણાશે સિવાય કે આવા પશુ અથવા વાહનનો માલિક એવું સાબિત કરે કે પોતાની અથવા પોતે માલિકની તેનો એજન્ટ હોય તો તેની અને પશુ અથવા વાહનનો હવાલો ધરાવતી વ્યકિતની જાણકારી સિવાય તેવી વ્યકિતનો ઉપયોગ કરેલ અથવા આંખ આડા કાન કરેલ છે અને એવા ઉપયોગ સામે તમામ વ્યાજબી કાળજી લીધી હતી તે સિવાય જપ્ત થવાને પાત્ર ગણાશે નહીં.
Copyright©2023 - HelpLaw