ગેરકાયદેસર ઔષધ અથવા પદાથૅ સંતાડવા માટે વાપરેલ માલ જપ્ત કરવા બાબત - કલમ:૬૧

ગેરકાયદેસર ઔષધ અથવા પદાથૅ સંતાડવા માટે વાપરેલ માલ જપ્ત કરવા બાબત

આ અધિનિયમ હેઠળ જપ્ત થવાને પાત્ર હોય તેવા કોઇ પણ કેફી ઔષધ અથવા માદક પદાથૅ સંતાડવા માટે ઉપયોગ કરેલા કોઇપણ વસ્તુ જપ્ત થવાને પાત્ર ગણાશે. સ્પષ્ટીકરણઃ- આ કલમમાં માલ માં હેરફેરના સાધન તરીકે વાહનનો સમાવેશ થતો નથી.