
જપ્ત કરવામાં અનુસરવાની કાર્યરીતિ
(૧) આ અધિનિયમ હેઠળની ગુનાની ઇન્સાફી કાર્યવાહીમાં આરોપી દોષિત ઠરે કે નિર્દે ષ ઠરે તો પણ કોર્ટે આ અધિનિયમ હેઠળ કબજે લીધેલી કોઇ ચીજ વસ્તુ કલમ-૬૦ અથવા કલમ-૬૧ અથવા કલમ-૬૨ હેઠળ જપ્ત થવાને પાત્ર છે કે કેમ તેનો નિણૅય કરવો જોઇશે અને જો તે નેવો નિણૅય કરે કે તે ચીજવસ્તુ જપ્ત થવાને પાત્ર છે તો તે અનુસાર કોર્ટ જપ્ત કરવાનો હુકમ કરી શકશે. (૨) આ અધિનિયમ હેઠળ કબજ લીધેલી કોઇ પણ વસ્તુ કલમ ૬૦ અથવા કલમ ૬૧ અથવા કલમ ૬૨ હેઠળ જપ્ત થવાને પાત્ર જણાય પણ તેના સબંધમાં ગુનો કરનાર વ્યકિત કોણ છે તેની જાણ ન હોય અથવા તે મળી શકતી ન હોય ત્યારે કોટૅ તેવી જવાબદારી અંગે તપાસ કરી નિણૅય કરી શકશે અને તે અનુસાર તે જપ્ત કરવાનો હુકમ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ ચીજવસ્તુ જપ્ત કરવાનો હુકમ કબજે લીધાની તારીખથી એક મહીનો પૂરો ન થાય ત્યાં સુધી અથવા તેના ઉપર હકક હોવાનો દાવો કરે તે વ્યકિતને અને તેના અંગે રજૂ કરે તે પુરાવા ૫ સાંભળ્યા વિના કરી શકાશે નહી. વધુમાં એવી જોગવાઇ કરવામા; આવી છે કે કેફી ઔષધ, માદક પદાથૅ, અથવા નિયંત્રિત પદાથૅ અફીણનો છોડ, કોકાનો છોડ અથવા ભાંગ ગાંજાના છોડ સિવાયની એવી કોઇપણ ચીજવસ્તુ જલદી અને સ્વાભાવિક રીતે બગડી જાય તેવી હોય અથવા કોટૅનો એવો અભિપ્રાય થાય કે તે વેચી નાખવાથી તેના માલિકને ફાયદો થશે તો તે કોંદાપણ સમયે તે ચીજવસ્તુ વેચવાનો આદેશ કરી શકશે અને આ પેટા કલમની જોગવાઇઓ શકય હોય એટલે સુધી તે વેચાણની ચોખ્ખી ઉપજને લાગુ પડશે. (૩) રદ કરવામાં આવી છે.
Copyright©2023 - HelpLaw