ફરિયાદ કરવામાંથી માફી આપવાની સતા - કલમ:૬૪

ફરિયાદ કરવામાંથી માફી આપવાની સતા

(૧) કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર જો તેમનો એવો અભિપ્રાય (આવા અભિપ્રાયના કારણોની લેખિત નોંધ કરીને) થાય છે કે આ એકટની જોગવાઇઓ પૈકી કોઇપણ જોગવાઇ અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમ અથવા હુકમનું ઉલ્લંઘન કરવા સબંધી અથવા વિશેષ રીતે સીધી અથવા આડકતરી રીતે સબંધ ધરાવતી હોવાનું જણાતી કોઇપણ વ્યકિતનો પુરાવો મેળવવા માટે તેવી વ્યકિતને આ એકટ હેઠળના ઇન્ડિયન પીનલ કોડ (સને ૧૮૬૦ના ૫ મો) રાજયના એકટ હેઠળના કોઇ ગુના માટે પ્રોસીકયુટ કરવામાંથી માફી આપવી જરૂરી અને ઇષ્ટ છે તો આવા ઉલ્લંઘનને લગતા તમામ સંજોગો પૂરેપૂરા અને સાચા પ્રગટ કરવાની શરતે તેમ કરી શકશે. (૨) સબંધિત વ્યકિતને માફી આપ્યું અને તેણે સ્વીકાયૅ જેના સબંધમાં માફી આપવામાં આવી હોય તે કોઇ ગુનાની તેટલા પ્રમાણમાં માફી આપી હોવાનું ગણાશે. (૩) કેન્દ્ર સરકારને અથવા પ્રસંગ પ્રમાણે રાજય સરકારને એવું જણાય કે આ કલમ હેઠળ જેને માફી આપવામાં આવી હોય તે કોઇ વ્યકિત જે શરતે માફી આપી હોય તે શરતનું પાલન કરતી નથી. અથવા જાણીજોઇને કંઇક છુપાવે છે અથવા ખોટો પુરાવો આપે છે તો કેન્દ્ર સરકારને અથવા પ્રસંગ પ્રમાણે રાજય સરકાર તે મતલબની નોંધ કરશે અને તેમ થયે માફી પાછી ખેંચી હોવાનું ગણાશે અને તેવી વ્યકિત ઉપર જેના સબંધમાં માફી આપવામાં આવી હોય તે જ બાબત સબંધી જે ગુના માટે દોષિત હોવાનું જણાય તેના કોઇ બીજા ગુના માટે ઇન્સાફી કાયૅવાહી ચલાવી શકશે.