સ્વૈચ્છિક રીતે સારવાર કરવા દેનાર બંધાણીઓને મુકિત
કલમ ૨૭ હેઠળ શીક્ષાપાત્ર ગુનાનો આરોપ મુકવામાં આવ્યો ન હોય અને જે સ્વેચ્છાપૂવૅક માદક અસરમાંથી મુકત થવાને કે બંધારણમાંથી મુકત થવાને માટે સરકાર અથવા સ્થાનિક સંસ્થાથી ચલાવાતી કે માન્ય કરેલી સંસ્થાથી ચલાવાતી કે માન્ય કરેલી સંસ્થામાં દાકતરી સારવાર લેવાને તૈયાર થાય અને આવી સારવાર પુરી કરે તેની જીંદગી દરમ્યાન એકવાર કલમ ૨૭ હેઠળ ફોજદારી રાહે કામ ચલાવવામાંથી મુકિત અપાશે. જોગવાઇ કરવામાં આવી છે કે ફોજદારી રાહે કામ ચલાવવામાંથી અપાયેલ આવી મુકિત જો બંધાણી સારવાર પૂરી કરે નહી તો પાછો ખેંચી શકાશે.
Copyright©2023 - HelpLaw