અમુક કેસોમાં દસ્તાવેજો સબંધી માની લેવા બાબત - કલમ:૬૬

અમુક કેસોમાં દસ્તાવેજો સબંધી માની લેવા બાબત

કોઇ દસ્તાવેજ (૧) આ અધિનિયમ હેઠળ અથવા બીજા કોઇપણ કાયદા હેઠળ કોઇ વ્યકિતએ રજૂ કરેલ અથવા પૂરા પાડેલ અથવા કોઇ વ્યકિતની કસ્ટડી અથવા નિયંત્રણમાંથી કબજે કરેલ હોય અથવા (૨) કોઇ વ્યકિતએ કર્યું હોવાનું કહેવાતા આ એકટ હેઠળના કોઇ ગુનાની તપાસ દરમ્યાન (કેન્દ્ર સરકાર ઠરાવે તેવા સતાધિકારીએ અથવા વ્યકિતએ અને તેવી રીતે યોગ્ય રીતે પ્રમાણિત કરેલ) ભારત બહારના કોઇ સ્થળેથી મળેલ હોય ત્યારે અને આવો દસ્તાવેજ તેની વિરૂધ્ધ અથવા તેની અને જેની સંયુકત ઇન્સાફી કાયૅવાહી કરવાની હોય તે કોઇપણ બીજી વ્યકિત સામે પુરાવામાં એકટ હેઠળની કોઇ ફરિયાદમાં આવ્યો ત્યારે કોટૅ (એ) વિરૂધ્ધનું સાબિત થાય તે સિવાય એવું માની લેશે કે અમુક કોઇ વ્યકિતના હસ્તાક્ષરમાં હોવાનું અભિપ્રેત હોય તેવા અથવા અમુક કોઇ વ્યકિતએ સહી કરી હોવાનું અથવા તેના હસ્તાક્ષરમાં હોવાનું માનવાને કોટૅને કારણ હોય તેવા દસ્તાવેજમાંની સહી અને તેનો કોઇ ભાગ તે વ્યકિતના હસ્તાક્ષરમાં છે અને કરેલ અથવા શાખ કરેલ દસ્તાવેજની બાબતમાં એવી રીતે કરેલ અથવા શાખ કરેલ હોવાનું અભિપ્રેત હોય તેવી વ્યકિતએ કરેલ છે. અથવા શાખ કરેલ છે. (બી) યોગ્ય રીતે સ્ટેમ્પ ચોંટેલો ન હોય તે છતાં જો આવો દસ્તાવેજ અન્ય રીતે પુરાવામાં ગ્રાહ્ય હોય તો પુરાવામાં તે દસ્તાવેજ સ્વીકારશે. (સી) ખંડ (૧) હેઠળ ચાલતા કેસમાં વિરૂધ્ધનું સાબિત થાય તે સિવાય આવા દસ્તાવેજની વિગતો સાચી હોવાનું માની લેવાશે.