માહિતી વગેરે મંગાવવાની સતા - કલમ:૬૭

માહિતી વગેરે મંગાવવાની સતા

કેન્દ્ર સરકારે અથવા રાજય સરકારે આ અથૅ અધિકૃત કરેલ હોય તેવા કલમ ૪૨માં જણાવેલ કોઇપણ અધિકારી આ એકટની કોઇપણ જોગવાઇનું ઉલ્લંઘન કરવા સબંધી કોઇ તપાસ દરમ્યાન (એ) આ અધિનિયમની જોગવાઇઓ અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમ અથવા હુકમનું કોઇ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે જાતે ખાતરી કરવાના હેતુ માટે કોઇ વ્યકીત પાસેથી માહિતી મંગાવી શકશે. (બી) તપાસમાં ઉપયોગી અથવા સબંધ ધરાવતી કોઇ દસ્તાવેજ અથવા વસ્તુ રજૂ કરવા અથવા આપવા કોઇ વ્યકિતને ફરમાવી શકશે. (સી) કેસની હકીકતો અને સંજોગથી જાણકાર કોઇપણ વ્યકિતની જુબાની લઇ શકશે.