લાગુ પાડવા વિશે - કલમ:૬૮(એ)

લાગુ પાડવા વિશે

(૧) આ પ્રકરણની જોગવાઇઓ પેટા કલમ (૨)માં દર્શાવેલ વ્યક્તિઓને જે લાગુ પડશે. (૨) પેટા કલમ (૧)માં જણાવેલી વ્યકિતઓ નીચે મુજબ છે જેવી કે (એ) આ અધિનિયમ હેઠળ દસ વષૅ અથવા તેથી વધુ વષૅની કેદની શિક્ષા પામેલ તકસીરવાર ઠરાવાયેલ વ્યકિત (બી) ભારત બહારની ફોજદારી હકુમત ધરાવતી સક્ષમ અદાલતથી એવા જ ગુના માટે ગુનેગાર ઠરાવયેલ દરેક વ્યકિત (સૌ) જેની સામે પ્રિવેન્શન ઓફ બ્લીસીટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ એકટ ૧૯૮૮ (નં.૪૪ ૧૯૮૮) નો હેઠળ અથવા જમ્મુ અને કશ્મીર પ્રિવેન્શન ઓ ઇલ્લીસીટ ટ્રાફિક ઇન નાકૅ ટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એકટ ૧૯૮૮ (જમ્મુ- કાશ્મીર એકટ ૧૯૮૮નો) હેઠળ અટકાયતનો આદેશ થયો છે તેવી દરેક વ્યકિત (સીસી) ધરપકડ કરવામાં આવી હોય તેવી અને જેની સામે ધરપકડનું વોરંટ અથવા દસ વષૅની સજા તેથી વધારે મુદતની કેદની સજાનું આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરવા માટે કાઢવામાં આવ્યું હોય તે દરેક વ્યકિત અને જેની ધરપકડ કરવામાં આવી હોય અને જેની સામે બીજા કોઇપણ દેશના તત્સમાન કાયદા હેઠળ તેવા જ ગુનો કરવા માટે વોરંટ અથવા અધિકારપત્ર કાઢવામાં આવ્યું હોય તે દરેક વ્યકિત જોગવાઇ કરવામાં આવી છે કે આવો અટકાયતનો આદેશ એ કાયદા હેઠળ બનાવેલી એડવાઇઝરી બોડૅના રિપોટૅ લીધે રદ કરાયેલો ન હોવો જોઇએ. (ડી) ઉપર ખંડ (એ) (બી) (સી) અથવા ખંડ (સીસી) માં જણાવેલ વ્યકિતનો સગો હોય તે દરેક વ્યકિત (ઇ) ખંડ (એ) અથવા (બી) અથવા (સી) અથવા ખંડ (સીસી)માં દશૅ વેલ વ્યકિતનો દરેક સાથીદાર (એફ) ઉપર દર્શાવેલ ખંડ (એ) અથવા (બી) અથવા (સી) માં અથવા ખંડ (સીસી) જણાવેલ વ્યકિતથી અગાઉ ધરાવતી કોઇપણ મિલકતનો ધરાવનાર (હોલ્ડર) જેને હવે પછી આ ખંડમાં પ્રેજન્ટ હોલ્ડર (વતૅમાન ધારક) તરીકે સંબોધાયો છે.) સિવાય કે વતૅમાન ધારક અથવા તો આવા ધારક પછી અને વતૅમાન ધારક પહેલા મિલકત ધરાવનાર કોઇપણ વ્યકિત તે મિલકતનો શુધ્ધબુધ્ધિથી યોગ્ય અવેજ સાથે મેળવનાર હોય