ગેરકાયદે મેળવેલ મિલકત ધરાવવા પર પ્રતિબંધ - કલમ:૬૮(સી)

ગેરકાયદે મેળવેલ મિલકત ધરાવવા પર પ્રતિબંધ

(૧) આ પ્રકરણની શરૂઆત થયાથી જે વ્યકિતને આ પ્રકરણ લાગુ પડે છે તેવી કોઇપણ વ્યકીત માટે ગેરકાયદે મેળવેલી કોઇપણ મિલકત પોતે જાતે ધરાવવાનું કે તેના વતી અન્ય બીજી કોઇ વ્યકિતએ ધરાવવાનું કાયદેસર રહેશે નહી. (૨) પેટા કલમ (૧)ની જોગવાઇઓથી વિરૂધ્ધ (તેનો ભંગ કરી) જયાં કોઇ વ્યકિત માટે ગેરકાયદે મેળવાયેલ કોઇપણ મિલકત ધરાવે ત્યાં આવી મિલકત આ પ્રકરણની જોગવાઇઓ અનુસાર સરકાર જપ્ત કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ પણ મિલકત આ પ્રકરણ હેઠળ જપ્ત કરી શકાશે નહી જો આવી મિલકત જેને આ અધિનિયમ લાગુ પડતો હોય તે વ્યકિતએ તેની ધરપકડ કરી હોય તે તારીખથી છ વષૅની મુદત પહેલા, સંપાદન કરી હોય તો અથવા તેની સામે આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુના કરવા માટે અથવા યથાપ્રસંગ અટકાયતનો હુકમ કયૅ । હોય તે તારીખથી વોરંટ અથવા અધિકારપત્ર કાઢયું હોય.