સક્ષમ અધિકારી - કલમ:૬૮(ડી)

સક્ષમ અધિકારી

(૧) ઓફિશિયલ રાજપત્રમાં આદેશ પ્રસિધ્ધ કરીને કોઇપણ કમિશ્નર ઓફ કસ્ટમ અથવા કમિશ્નર ઓફ સેન્ટ્રલ એકસાઇઝ કોઇપણ કલેકટર ઓફ કસ્ટમ્સને અથવા કલેકટર ઓફ સેન્ટ્રલ એકસાઇઝને અથવા કમિશ્નર ઓફ ઇન્કમટેક્ષને અથવા સમકક્ષ પદ ધરાવતા એવા કેન્દ્ર સરકારના અન્ય કોઇપણ અધિકારીને સક્ષમ સતાધિકારીની ફરજો બજાવવાને અધિકૃત કરી શકશે. (૨) કેન્દ્ર સરકાર તેના આદેશથી સૂચવે તેમ આવી વ્યકિતઓ અથવા વ્યકિતઓના વગૅ ાની બાબતમાં સક્ષમ અધિકારીઓ તેમના કાયૅ કરશે.