ગેરકાયદે મેળવેલ મિલકતને ઓળખવી - કલમ:૬૮(ઇ)

ગેરકાયદે મેળવેલ મિલકતને ઓળખવી

(૧) કલમ-૫૩ હેઠળ જેને સતા અપાઇ છે તેવો દરેક અધિકારી અને પોલીસ સ્ટેશનના ચાર્જમાં હોય તેવો દરેક ઓફીસર તેને ખબર મળે કે જેને આ પ્રકરણ લાગુ પડે તેવી કોઇ વ્યકિત પર આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાનો આરોપી મુકવામાં આવ્યો છે પછી તે તેણે ભારતમાં ક। હોય કે ભારત બહાર, આવી વ્યકીતએ ગેરકાયદે મેળવેલ કોઇપણ મિલકતને ઓળખી પાડવા માટે બધાં જ પગલાં લેવાને કાયૅશીલ થશે. (૨) પેટા કલમ (૧)માં દશૅ વેલા પગલામાં કોઇપણ પૂછપરછ તપાસ અથવા કોઇપણ વ્યકીત સ્થળ, મિલકત, અસ્કયામતો, દસ્તાવેજો, બેંકમાંના કે નાણાકીય સંસ્થાના હિસાબી ચોપડા અંગેની સવૅ (તપાસ)નો અથવા અન્ય સુસંગત બાબતો સમાવિષ્ટ છે. (૩) કોઇપણ પૂછપરછ તપાસ અથવા પેટા કલમ (૨)માં દશૅ વેલ સવૅ (માહિતી એકત્ર કરવી) પેટા કલમ (૧)માં દશૅાવેલા અધિકારીથી કરવામાં આવશે અને તે સક્ષમ અધિકારી આ વિષયમાં બનાવે અથવા માગૅદશૅક સૂચનાઓ કાઢે તે પ્રમાણે હશે.