સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 21

કલમ - 21

રાજ્ય સેવક - એ ભારતના ભૂમિદળ-નૌકાદળ-હવાઈદળના કમીશનનો અધિકારી,ન્યાયમંડળ સભ્ય કે ન્યાયધીસ ન્યાયાલયમાં વ્યવસ્થા જાળવવાની જવાબદારી હોય તેવો અધિકારી,કોઈ ફરજ  બજાવવા હ=જેને ન્યાયાલયે ખાસ અધિકાર આપેલો હોય તેવી વ્યક્તિ,જ્યુરી સભ્ય,કોઈ વ્યક્તિને અટકાયતમાં લેવાની જે હોદ્દાની રૂએ સત્તા મળેલી હોય તેવી વ્યક્તિ,સલામતી કે સગવડ્તાનું રક્ષણ કરવાની સરકારી અધિકારી જેને ફરજ છે તેવી વ્યક્તિ,સરકારવતી જે મિલકતની લેવડ-દેવડ કરી શકે મતદાર યાદી તૈયાર કરવાની,ચુંટણીનું સંચાલન કરવાની ફરજ બજાવતી વ્યક્તિ અથવા જેની ફી અથવા મહેનતાણું સરકાર આપતી હોય તેવી વ્યક્તિ કે સ્થાનિક સત્તા મંડળની,કેન્દ્રના,પ્રાંતના કે રાજ્યના કોઈ અધિનિયમથી કોઈ કોર્પોરેશન અથવા કંપની અધિનિયમ કલમ ૬૭૧માં વ્યાખ્યા કાર્ય મુજબ સરકારની કંપનીનો નોકર કે પગારદાર દરેક વ્યક્તિ રાજ્ય સેવક કહેવાશે.