ગેરકાયદે મેળવેલ મિલકતનું સીઝર અથવા ફીઝીંગ - કલમ:૬૮(એફ)

ગેરકાયદે મેળવેલ મિલકતનું સીઝર અથવા ફીઝીંગ

(૧) કલમ-૬૮-ઇ હેઠળ પૂછપરછ કરનાર કે તપાસ કરનાર કોઇપણ અધિકારીને એમ માનવાને કારણ હોય કે જે મિલકત બાબતની આવી પૂછપરછ કે તપાસ કરવામાં આવી રહી છે તે ગેરકાયદે મેળવેલ મિલકત છે અને આવી મિલકત છુપાવાય ટ્રાન્સફર કરાય અથવા તેની સાથે કોઇપણ રીતે વ્યવહાર કરાય અને તેમ કરીને આ પ્રકરણ હેઠળની તેની જપ્તીની કાયૅવાહીને નિષ્ફળ બનાવાય તેવી શકયતા છે, તો તે આવી મિલકતને લઇ લેતો (સીઝરનો) આદેશ કરશે અને જયાં આમ લઇ લેવાનો આદેશ કરવાનું વ્યવહારૂ નહી હોય ત્યાં તે એવો આદેશ કરો કે આવી મિલકતની ટ્રાન્સફર કરી શકાશે નહીં કે તેની સાથે અન્ય કોઇ વ્યવહાર થઇ શકશે નહી સિવાય કે આવો આદેશ કરનાર અધિકારીની પૂવૅ મંજૂરી મેળવવામાં આવી હોય અને, લાગતીવળગતી વ્યકિત પર આવા આદેશની નકલ બજાવવામાં આવી હોય જોગવાઇ કરવામાં આવી છે કે એમ જોગવાઇ કરી છે કે પેટા કલમ હેઠળ કરેલ આદેશ બાબતમાં સક્ષમ અધિકારીને યોગ્ય રીતે ખબર આપવી જોઇશે અને આવા આદેશની નકલ તેવો આદેશ કર્યું ના ૪૮ કલાકમાં સક્ષમ અધિકારીને મોકલી આપવામાં આવશે. (૨) પેટા કલમ (૧) હેઠળ કરેલ કોઇપણ આદેશ જયાં સુધી તેને આવો આદેશ કર્યંની ત્રીસ દિવસની અંદર સક્ષમ અધિકારીથી બહાલ રાખવામાં ન આવે ત્યાં સુધી અસરકારક બનશે નહી. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે ટ્રાન્સફર ઓફ પ્રોપટી એટલે મિલકતનો કોઇપણ પ્રકારે નિકાલ, કન્વેયન્સ, નામાંતરફ (એસાઇનમેન્ટ), સેટલમેન્વટ, સોપણી (ડીલીવરી) ચુકવણી (પેમેન્ટ) અથવા અન્ય પ્રકારે આપી દેવાનું કાયૅ અને અગાઉ કહ્યું છે તેનો સામાન્યતાને મધ્યદિત કર્યો। છે સિવાય તેમાં (એ) મિલનનું ટ્રસ્ટ ઉપસ્થિત કરવું (બી) તેને ભાડાપટે આપવી કે ભાડાપટો ઉપસ્થિત કરવા, ગીરો મુકવી, તેા પર બોજો કરવો તેમાં ઇઝમેન્ટ સતાધિકાર ઉત્પન્ન કરવો પરવાનો ઉત્પન્ન કરવો ભાગીદારીથી કે અન્યથા હિત પેદા કરવું (સી) જે વ્યકિત મિલકતની માલિક નથી તેનાથી તેનામાં પાવર ઓફ એપોઇન્ટમેન્ટની સતાનીહીત થયેલી હોય તેને આધારે તેવી સતા કોની (આદાતા) હોય તે સિવાયની કોઇપણ વ્યકિતની તરફેણમાં તેનો નિકાલ કરવો અને (ડી) પોતાની ને મિલકતની સીધી કે આડકત્તરી રીતે કિંમત ઘટાડી દે અને અન્ય વ્યકિતની મિલકતની કિંમત વધારી દે તેવા આશયથી કોઇપણ વ્યકિત સાથે કરેલો કોઇપણ વ્યવહાર