આ પ્રકરણ હેઠળ લઇ લીધેલી કે જપ્ત કરેલી મિલકતોનું સંચાલન - કલમ:૬૮(જી)

આ પ્રકરણ હેઠળ લઇ લીધેલી કે જપ્ત કરેલી મિલકતોનું સંચાલન

(૧) ઓફીસીયલ રાજપત્રમાં આદેશ પ્રસિધ્ધ કરીને કેન્દ્ર સરકાર વહીવટદારના કાયૅ કરવા માટે તેને યોગ્ય લાગે તેટલા તેના અધિકારીઓને (જોઇન્ટ સેક્રેટરી ટુ ધી ગવૅમેન્ટના હોદ્દાથી નીચેના હોદ્દાના નહીં તેવા) નીમી શકશે. (૨) પેટા કલમ (૧) હેઠળ નિમાયેલ વહીવટદાર કલમ-૬૮-એફ હેઠળ અથવા કલમ-૬૮-આઇ હેઠળ જેના વિશે આદેશ પસાર કરવામાં આવ્યો છે તેવી મિલકતનો (હવાલો) મેળવશે અને એ વિશે ઠરાવવામાં આવે તેવી સૂચનાઓને આધિન તેનો વહીવટ કરશે. (૩) કેન્દ્ર સરકારને જપ્ત થયેલ મિલકતનો નિકાલ કરવા માટે કેન્દ્ર સરકાર સૂચવે તેવા પગલાં પણ આ વહીવટદાર લેશે.