મિલકત જપ્ત કરવાની નોટિશ - કલમ:૬૮(એચ)

મિલકત જપ્ત કરવાની નોટિશ

(૧) જે વ્યકીતને આ પ્રકરણ લાગુ પડે છે તેણે પોતે અથવા તેના વતી બીજી વ્યકિતથી ધારણ કરાયેલ મિલકતોની કિંમતને તેના જાણેલા આવકના સાધનો, તેની કમાણી અને અસ્કયામતોને અથવા કલમ-૬૮-ઇ હેઠળ તપાસ કરતાં અધિકારીના અહેવાલ પરથી તેને લગતી અન્ય કોઇ પ્રાપ્ય માહિતી કે વસ્તુઓને ધ્યાનમાં લેતા કે અન્યથા સક્ષમ અધિકારીને એમ માનવાને કારણે હોય (આવી માન્યતાના કારણોની નોંધ લેખિત રીતે કરવાની છે. કે આ બધી મિલકતો કે તેમાંની કોઇપણ ગેરકાયદે મેન્ડેલ મિલકતો છે, તે આવી વ્યકિત (જેને હવે પછી અફેકટેડ પસૅન કહેવાશે) પર નોટીશ બજાવીને તે મળ્યાના ત્રીસ દિવસની અંદર આવી આવક, કમાણી કે અસ્કયામતો કયાંથી અને કેવી રીતે મેળવી તેની વિગતો આપવનું અને તે માટે આવી વ્યકિત જે પુરાવા ઉપર આધાર રાખે છે તે અને તે વિષયની અન્ય સંગત માહિનીઓ રજૂ કરવાનું કહી શકશે અને આવી બધી મિલકતો કે તેમાંની કોઇપણ મિલકત, જેમ હોય તેમ ગેરકાયદે મેળવેલ મિલકત છે તેમ શા માટે જાહેર ન કરવું અને તે આ પ્રકરણ હેઠળ કેન્દ્ર સરકારે શા માટે જપ્ત ના કરવી તેનું કારણ બનાવવાનું કહી શકશે. (૨) જયાં પેટા કલમ (૧) હેઠળની કોઇ નોટીશ એમ જણાવે કે આવી વ્યકિત કોઇ મિલકત અન્ય વ્યકિતથી ધારણ કરાઇ છે તો આવી વ્યકિત ઉપર નોટીશની એક નકલ બજાવવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે કલમ-૬૮-એ ની પેટા કલમ (૨)ના ખંડ (સીસી) માં ઉલ્લેખેલ કોઇપણ વ્યકિત ઉપર અથવા તે ખંડમાં ઉલ્લેખેલ વ્યકિતના સાથી આયવા તે કલમમાં ઉલ્લેખેલ વ્યક્તિએ અગાઉ કોઈપણ સમયે ધરાવેલ હોય તેવી કોઇપણ મિલકતના ધારક ઉપર જપ્તિ માટેની કોઇ નોટીશ બજાવી શકશે નહી. સ્પષ્ટીકરણ- મુશ્કેલીઓના નિવાર માટે આથી જાહેર કરવામાં આવે છે કે જયાં કોઇ કિસ્સામાં કલમ-૩૮ની જોગવાઇઓ લાગુ પડતી હોય ત્યારે જે પુરાવા ઉપર આધાર રાખતો હોય તે મજકૂર કરવામાં નિષ્ફળ જાય અથવા જપ્ત કરવામાં આવેલ મિલકત સાથેનો સબંધ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ જાય અને આ કલમની જોગવાઇઓનું ઉલ્લંઘન કરતું કોઇપણ કૃત્ય નોટીશમાં જણાવેલ ન હોય તેવા કારણોસર તે અમાન્ય ગણવામાં આવશે નહી.