અમુક કિસ્સાઓમાં મિલકત જપ્ત કરવા વિશે. - કલમ:૬૮(આઇ)

અમુક કિસ્સાઓમાં મિલકત જપ્ત કરવા વિશે.

(૧) કલમ-૬૮-એચ હેઠ કાઢવામાં આવેલી નોટીશનો ખુલાસો ધ્યાનમાં લઇને અને તેની સમક્ષની બાબતોને ધ્યાનમાં લઇને અને એફેકટેડ વ્યકિત (અસરગ્રસ્ત વ્યકિતને) જે કાંઇ કહેવાનું છે તે સાંભળવાની વાજબી તક આપીને (અને જયાં આવી અસરગ્રસ્ત વ્યકિત નોટીસમાં જણાવેલી મિલકત બીજી કોઇ વ્યકિત દ્રારા ધરાવતી હોય તો તેવી બીજી વ્યકિતને પણ આવી નોટીશ આપીને) જે મિલકતો વિશે પ્રશ્નન ઉપસ્થિત થયો છે તે બધી કે તેમાંની કોઇપણ ગેરકાયદે મેળવેલી મિલકતો છે કે નહી તે વિશેના કારણોની નોંધ કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે અસરગ્રસ્ત વ્યકિત (જયાં આવી વ્યકિત અન્ય દ્રારા મિલકત ધરાવતી હશે ત્યાં તેવી વ્યકિત પણ) સક્ષમ અધિકારી સમક્ષ હાજર ન થાય અથવા શોકોઝ નોટીસમાં જણાવેલ સમયના ૩૦ દિવસમાં તેના કેસની રજૂઆત ન કરે તો સક્ષમ અધિકારી આ પેટા કલમ હેઠળ તેની સમક્ષના પુરાવાના આધારે એકતરફી રીતે તેવું નકકી કરવાને પ્રવૃત થશે. (૨) સક્ષમ અધિકારીને જયાં એમ સંતોષ થાય કે નોટીશમાં દર્શાવેલ મિલકતોમાંથી અમુક ગેરકાયદે મેળવેલ મિલકતો છે પરંતુ તે પોતે તેની સ્પષ્ટી રીતે ઓળખ આપવો માટે શકિતમાન નથી તો તેના યથામતી નિણૅયને આધારે તે એમ ઠરાવી શકશે અને એમ ઠરાવવું કાયદેસર ગણાશે કે એ મિલકતો ગેરકાયદે મેળવેલી મિલકતો છે અને પેટા કલમ (૧) હેઠળ તે વિશેનો તેનો લેખિત નિણૅય કરશે. (૩) જયાં સક્ષમ અધિકારી આ કલમ હેઠળ એમ લેખિત નિણૅય કરે કે કોઇપણ મિલકત ગેરકાયદે મેળવેલ મિલકત છે તો તે આ પ્રકરણની જોગવાઇઓને આધિન, અને જાહેર કરશે કે આવી મિલકતો, તેના પરના બધા જ બોજાથી મુકત, કેન્દ્ર સરકારને જપ્ત થયેલી ગણાશે. જોગવાઇ કરવામાં આવી છે કે કલમ-૬૮એ ની પેટા કલમ (૨)ના ખંડમાં (સીસી) ઉલ્લેખેલ હોય તેવી કોઇપણ વ્યકિતની અથવા તે ખંડમાં ઉલ્લેખેલ વ્યકિતના સગાની અથવા તે ખંડમાં ઉલ્લેખેલ વ્યકિતના સાથીની અથવા તે ખંડમાં ઉલ્લેખેલ વ્યકિતએ અગાઉ કોઇપણ સમયે ધરાવેલ હોય તેવી કોઇપણ મિલકતના ધારકની ગેરકાયદેસર સંપાદિત મિલકત જપ્ત થયેલી ગણાશે. (૪) જયારે આ પરકરણ હેઠળ કોઇ કંપનીના શેૉ કેન્દ્ર સરકારને જપ્ત થાય ત્યારે ૧૯૫૬ના કંપનીઝ અધિનિયમમાં ગમે તે સમાવિષ્ટ હોવા છતા તે કંપની અથવા તેના આર્ટીકલ્સ ઓફ એસોસિએશનમાં તાત્કાલિક એમ નોંધ કરશે કે આવા શેરોની ટ્રાન્સફરી કેન્દ્ર સરકાર છે.