
જપ્તીના બદલામાં દંડ
(૧) કલમ-૬૮-આઇ હેઠળ કોઇ મિલકત કેન્દ્ર સરકારને જપ્ત થયેલીગણાશે તેમ સક્ષમ અધિકારી જાહેર કરે અને એ કેસ એવો હોય કે જેમાં એવી ગેરકાયદે મેળવેલ મિલકતના અમુક અંશ કે ભાગનુવં મુળ (સોસૅ) સક્ષમ અધિકારીને સંતોષ થાય તેમ પુરવાર થયું ન હોય ત્યાં અસરગ્રસ્ત વ્યકિતને વિકલ્પ આપતો એવો આદેશ સક્ષમ અધિકારી કરશે કે જપ્તીના બદલે એવી વ્યકિતએ મિલકતના એ ભાગની જે બજારૂ કિંમત થાય તેના જેટલો દંડ ભરવો. (૨) પેટા કલમ (૧) હેઠળ દંડ નાખતો આદેશ કર્યું। પહેલા અસરગ્રસ્ત વ્યકિતને સાંભળવાની તક આપવામાં આવશે. (૩) પેટા કલમ (૧) હેઠળ લેણો પડતો દંડ અસરગ્રસ્ત વ્યકિત તેને આપવામાં આવે એટલા સમયમાં ભરી દેશે, તો સક્ષમ અધિકારી આદેશ કરીને કલમ-૬૮-આઇ હેઠળનું જપ્તીનું જાહેરનામું રદ કરશે. તેમ કયાથી આવી મિલકત મુકત થયેલી ગણાશે.
Copyright©2023 - HelpLaw