અમુક ટ્રસ્ટ મિલકતો વિશેની કાર્યરીતિ
કલમ-૬૮-બીના ખંડ (બી) ના પેટા ખંડ (૬)માં જણાવેલ કોઇ વ્યકિતના સબંધમાં તેને મળેલી માહિતી અને સાહિત્ય કે બાબતોને આધારે સક્ષમ અધિકારીને એમ માનવાને કારણ હોય કે (આવી માન્યતાના કારણો લેખિત કરવાના છે) ટ્રસ્ટમાં ધારણ કરેલી કોઇ મિલકત ગેરકાયદે મેળવેલ છે, તો તે એવા ટ્રસ્ટના કૉ । ઉપર નોટીશ બજાવશે અથવા તો આવી મિલકત જેના આધારે કે જેમાંથી મેળવવામાં આવી તે મિલકતના કોન્ટ્રીબ્યુટરને જેમ હોય તેમ નોટીશ આપશે કે તે નોટીસમાં જણાવેલા સમયના ૩૦ દિવસની અંદર તેમણે તેમના નાણાંના મુલનો ખુલાસો કરવો અથવા તો જે બીજી અસ્કયામતો માંથી આ મિલકત મેળવાાં છે તેનો ખુલાસો કરવો અથવા તેમણે મિલકતો મેળવવા માટે ટ્રસ્ટને જે ફાળો આપ્યો છે તે મુલનો ખુલાસો કરવો અથવા તેમણે મિલકતો મેળવવા માટે ટ્રસ્ટને જે ફાળો આપ્યો તે મુલનો ખુલાસો કરવો અને એમ વૅથી તેવી નોટીશ કલમ-૬૮-એચ હેઠળ બજાવાયેલી નોટીસ ગણાશે અને તેને આ પ્રકરણમાંની બીજી બધી જોગવાઇઓ લાગુ પડશે. સ્પષ્ટીકરણઃ- આ ક્લમના હેતુઓ માટે, ટ્રસ્ટમાં ધારણ કરેલી કોઇ મિલકતના સબંધમાં ગેરકાયદે મેળવેલ મિલકતમાં નીચેનાનો સમાવેશ થશે. (૧) જે મિલકત ટ્રસ્ટના કતૅ એ અથવા તે ફાળો આપનારે ધારણ કરી રાખી હોય તો તેના કરતાં કે ફાળો આપનારના સંદર્ભમાં ગેરકાયદે મેળવાયેલ મિલકત ગણાઇ હોત. (૨) કોઇ વ્યકિતએ આપેલા ફાળામાંથી ટ્રસ્ટે મેળવેલ મિલકત જે તેમ ફાળો આપનાર વ્યકિતએ જો તે મિલકત તે ફાળામાંથી ખરીદી હોત તો તે ગેરકાયદે મેળવાયેલ ગણાઇ હોત.
Copyright©2023 - HelpLaw