અપીલ પંચનું બંધારણ
(૧) કેન્દ્ર સરકાર ઓફિસીયલ રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને એપેલેટ ટ્રીબ્યુનલ ફોર ફોરફીટેડ પ્રોપટી નામના અપીલ પંચની રચના કરશે. તે એક ચેરમેન અને કેન્દ્ર સરકારને ઠીક લાગે તે રીતે તેટલી સંખ્યાના સભ્યોનું (અને સરકારના જોઇન્ટ સેક્રેટરીના હોદ્દાથી નીચેના હોદ્દાના નહી તેવા) બનેલું હશે. તે પંચ કલમ-૬૮-એફ, ૬૮-આઇ, ૬૮-કે ની પેટા કલમ (૧) અથવા કલમ ૬૮-એલ હેઠળ કરેલા આદેશો સામેની અપીલ સાંભળશે. (૨) અપીલ પંચનો ચેરમેન સુપ્રીમ કોટૅના જજ તરીકેની અથવા હાઇકોટૅના જજ તરીકેની લાયકાત ધરાવતી વ્યકિત હશે. (૩) પંચના ચેરમેન અને સભ્યોની નોકરીની શરતો (સરકારથી) ઠરાવવામાં આવે તેવી હશે.
Copyright©2023 - HelpLaw