અપીલો - કલમ:૬૮(ઓ)

અપીલો

(૧) કલમ-૬૮-ઇ ની પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ કોઇપણ અધિકારી અથવા કલમ ૬૮-એફ, કલમ-૬૮-આઇ, કલમ-૬૮-કે ની પેટા કલમ (૧) અથવા કલમ-૬૮-એલ હેઠળ કરેલ સક્ષમ સતામંડળના હુકમથી નારાજ થયેલી કોઇપણ વ્યકિત જે તારીખે હુકમ તેના ઊર બજાવ્યો હોય તે તારીખથી ૪૫ દિવસની અંદર એપેલેટ ટ્રિબયુનલને અપીલ કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે એપેલેટ ટ્રિબ્યુનલ જો તેને એવી ખાતરી થાય કે એપેલન્ટને સમયસર અપીલ ફાઇલ કરવા માટે પૂરતું કારણ હતુ તો સદરહુ ૪૫ દિવસના સમય પછી ઉપર્યુકત તારીખથી સાંઠ દિવસ પછી નહી તે રીતે અપીલ દાખલ કરી શકશે. (૨) પેટા કલમ (૧) હેઠળની અપીલ મળ્યેથી અરજદારને સાંભળવાની તક આપ્યા પછી જો તેને એમ ઇચ્છા થાય અને વધુ પૂછપરછ કર્યું । પછી તેને યોગ્ય લાગે તે પ્રમાણે અપીલ પંચ, જેની સામે અપીલ કરવામાં આવી છે તે આદેશને સુધારશે અથવા તો રદ કરશે. (૩) અપીલ પંચના કાર્યની બજવણી અને ફરજોનો અમલ, અપીલ પંચના અધ્યક્ષ (ચેરમેન) ઠરાવે તેવી ત્રણ સભ્યોની બનેલી બેંચો (બેચીસ) થી કરાશે. (૪) પેટા કલમ (૩)માં ગમે તે સમાવિષ્ટ હોવા છતાં આ કલમ હેઠળ અપીલ પંચના અધ્યક્ષને અપીલોના ઝડપી નિકાલ માટે એમ કરવું જરૂરી જણાય તો તે બે સભ્યોની બેચ બનાવશે અને એ રીતે બનાવેલી બેચ અપીલ પંચના કાયૅ બજાવશે અને એની ફરજો અમલી બનાવશે. જોગવાઇ કરવામાં આવી છે કે એમ બનાવેલી બેંચના સભ્યો વચ્ચે કોઇ મુદ્દા કે મુદ્દાઓ ઉપર મતભેદ હશે તો તેઓ તેમના મતભેદનો મુદા કે મુદાઓ ચેરમેન જણાવે તે ત્રીજા સભ્યની સમક્ષ સુનાવણી માટે રજૂ કરશે અને સમજાવશે અને તે મુદો કે મુદાઓને તે સભ્યના મત પ્રમાણે નિણૅય કરશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જો ચેરમેનની કચેરીની જગ્યા તેના મૃત્યુ, રેજિગ્નેશન અથવા અન્ય કારણોસર ખાલી રહે અથવા ચેરમેન તેની ગેરહાજરી અથવા બિમારી અથવા અન્ય કોઇ કારણોસર તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ જાય, ત્યારે કેન્દ્ર સરકાર હુકમ દ્રારા નવો ચેરમેન એપોઇન્ટ ન થઇ જાય ત્યાં સુધી ચેરમેન તરીકે કાર્ય કરવા માટે કોઇપણ શખ્સને નિયુકત કરી શકશે અને તેનો ચાજૅ નકકી કરી શકશે અથવા યથાપ્રસંગ તેની ફરજો (ડયુટી) ફરીથી શરૂ કરી શકશે. (૫) અપીલ પંચ પોતે તેની કાયૅવાહીનું સંચાલન કરશે. (૬) અપીલ પંચને અરજી કરી તેની નિયત ફી ભયૅ થી અપીલ પંચ કોઇપણ અપીલના પક્ષકારને કે તેનાથી આ માટે અધિકૃત કરેલી વ્યકિતને ઓફિસના કલાકો દરમ્યાન કોઇપણ સમયે પંચના કોઇપણ સંગત રેકોડૅસ અને પત્રકો તપાસવાની અને તેની અધિકૃત નકલ મેળવવાની રજા આપશે.