વણૅનમાં ભુલને લીધે નોટીશ કે આદેશ કાયદાથી અમાન્ય ગણાય નહી. - કલમ:૬૮(પી)

વણૅનમાં ભુલને લીધે નોટીશ કે આદેશ કાયદાથી અમાન્ય ગણાય નહી.

આ પ્રકરણ હેઠળ કાઢેલી, બજાવાયેલી કોઇપણ નોટીશ અથવા કરેલ કોઇપ જાહેરાત અને પસાર કરેલ કોઇપણ આદેશ જો તેમાં વણૅવેલ કોઇપણ વ્યકિત કે મિલકત તેમાંના વણૅન પરથી ઓળખી શકાય તેમ હોય તો તેમાં જણાવાયેલી મિલકત અથવા વ્યકિત વિશેના વણૅનમાં રહેલી ભૂલના કારણે કાયદાથી અમાન્ય ગણાશે નહી.