
સક્ષમ સતા અને અપીલ પંચને દિવાની અદાલતની સતા
સક્ષમ સતા અને અપીલ પંચને નીચેની બાબતોમાં દિવાની અદાલતની સવૅ સતાઓ રહેશે. આ સતાઓ સિવિલ પ્રોસીજર કોડ હેઠળ દિવાની અદાલત દિવાની સમીક્ષા કરતી હોય તેવી હશે. (એ) કોઇ વ્યકિત સમન્સ કાઢી તેને હાજર રાખવાની અને સોગંદ ઉપર તેને તપાસવાની (બી) દસ્તાવેજોના શોધનની અને તેને રજૂ કરવાની (સી) સોગંદનામા પર પુરાવો મેળવવાની (ડી) કોઇપણ જાહેર રેકડૅ તેની નકલ કોઇ અદાલત કે ઓફિસમાંથી મેળવવાની (ઇ) સાક્ષી અને દસ્તાવેજોની તપાસવા માટે કમિશન કાઢવાની (એફ) ઠરાવાય વી કોઇપણ અન્ય બાબત માટે
Copyright©2023 - HelpLaw