અમુક અધિકારીઓએ એડમિનીસ્ટ્રેટર, સક્ષમ સતા અને અપીલ પંચને મદદ કરવા વિશે - કલમ:૬૮(ટી)

અમુક અધિકારીઓએ એડમિનીસ્ટ્રેટર, સક્ષમ સતા અને અપીલ પંચને મદદ કરવા વિશે

આ પ્રકરણ હેઠળની કાયૅવાહીના હેતુઓ માટે નીચેના અધિકારીઓએ કલમ-૬૮-જી હેઠળ નીમાયેલ વહીવટદારને સક્ષમ સતાને અને અપીલ પંચને મદદ કરવાની છે અને તેમને તેમ કરવાની સતા આપવામાં આવે છે જેમ કે (એ) નાકૅટિક સેન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓ (બી) કસ્ટમ ખાતાના અધિકારીઓ (સી) સેન્ટ્રોલ એકસાઇઝ ખાતાના અધિકારીઓ (ડી) ઇન્કમટેક્ષ ખાતાના અધિકારીઓ (ઇ) ફોરેન એકસચેન્જ રેગ્યુલેશન એકટ ૧૯૭૩ હેઠળ નિમાયેલ અધિકારીઓ (એફ) પોલીસ અધિકારીઓ (જી) નાકૅટિકસ ખાતાના અધિકારીઓ (એચ) સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારીઓ (આઇ) ડીરેકટોરેડ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સના અધિકારીઓ (જે) આ બાબતમાં ઓફિસીયલ રાજપત્રમાં જાહેરાત કરીને કેન્દ્ર સરકાર નિર્દેશ કરે તેવા કેન્દ્ર અને રાજય સરકારના અન્ય અધિકારીઓ