કબ્જે લેવાની સતા - કલમ:૬૮(યુ)

કબ્જે લેવાની સતા

(૧) આ પ્રકરણ હેઠળ કોઇ મિલકત જયારે કેન્દ્ર સરકારે જપ્ત કરી છે તેમ જાહેર કરાય અથવા તો જયારે અસરગ્રસ્ત વ્યકિત કલમ ૬૮-કે ની પેટા કલમ (૨) હેઠળ તે કલમની પેટા કલમ (3) પ્રમાણે આપેલા સમયમાં દંડ ભરવામાં નિષ્ફળ ગયો હોય ત્યારે સક્ષમ સતા અસરગ્રસ્ત વ્યકિતને અને તેના વતી મિલકતનો કબજો ધરાવતી વ્યકિતને આદેશ કરી તે મિલકત સરકારને સમપિત કરવાનું કે તેની સોંપણી કલમ ૬૮-જી હેઠળ નિમાયેલા વહીવટદારને અથવા તેના વતી આ બાબતમાં અધિકૃત કરેલ વ્યકિતને આદેશ બજયાથી ત્રીસ દિવસમાં કરી દેવાનું કરી શકશે.

(૨) પેટા કલમ (૧) હેઠળ કાઢેલ આદેશ પ્રમાણે કરવાની કોઇ વ્યકિત ના પાડે અથવા તેમ કરવામાં તે નિષ્ફળ જાય તો મિલકતનો કબજો લઇ લેશે અને એ હેતુ માટે યોગ્ય તે બળ વાપરી શકશે. (૩) પેટા કલમ (૨) માં ગમે તે સમાવિષ્ટ હોવા છતા પેટા કલમ (૧)માં દૉવેલ મિલકતનો કબજો લેવાના હેતુ સારૂ, એડમિનીસ્ટ્રેટર, તેને મદદ કરવા માટે પોલીસની મદદ માંગી શકશે અને આવા અધિકારીને એ ફરજ થઇ પડે છે કે આવા રેકિવઝીશન કે માંગણીનો તેણે અમલ કરવો.