નોટીશો અને આદેશોની બજવણી - કલમ:૬૮(એક્સ)

નોટીશો અને આદેશોની બજવણી

આ પ્રકરણ હેઠળ કરેલો કોઇપણ આદેશ કે કાઢેલો કોઇપણ નોટીશ (એ) તે નોટીશ કે આદેશ જે વ્યકિત માટે તે છે તેને કે તેના પ્રતિનિધિને આપીને અથવા તેને રજીસ્ટડૅ ટપાલ દ્રારા મોકલવામાં આવશે. (બી) ઉપર ખંડ (એ) માં દૉવેલ રીતે નોટીશ કે આદેશ બજાવી શકાય તેમ ન હોય તો જે મિલકતના સબંધમાં નોટીશ કાઢવામાં આવી છે તેની કોઇ આગળ દેખાઇ આવે તેવી જગાએ ચોંટાડીને અથવા તો જેના માટે તે નોટીશ કે આદેશ છે તે વ્યકિત છેલ્લે જે સ્થળે રહેતી હોવાનું, ધંધો કરતી હોવાનું કે લાભ માટે જાતે કાયૅ કરતી હોવાનું જણાય તે સ્થળના કોઇ આગળ પડતાં ભાગે ચોંટાડીને તે બજાવવામાં આવશે.