આ પ્રકરણ હેઠળ કાયૅવાહી થઇ હોય તેવી મિલકત મેળવવા માટે શિક્ષા - કલમ:૬૮(વાય)

આ પ્રકરણ હેઠળ કાયૅવાહી થઇ હોય તેવી મિલકત મેળવવા માટે શિક્ષા

કોઇપણ વ્યકિત જેણે કોઇપણ રીતે, આ પ્રકરણ હેઠળ તેના સબંધમાં કાયૅવાહી ચાલુ છે તેવી કોઇપણ મિલકત મેળવી હશે તો તેને પાંચ વષૅ સુધીની કેદની અને રૂ.૫૦,૦૦૦/- સુધીના દંડની શિક્ષા થશે. નોંધઃ- ભારત બહારથી કેફી ઔષધ અને માદક પદાથૅ લાવી તે પરદેશમાં રવાના કરી ત્યાંથી બદલામાં, પંજાબ અને અન્ય પ્રદેશોમાં આતંકવાદને મદદ કરવા શસ્ત્રો ભારતમાં ઘુસાડાય છે તેવી સરકારને માહિતી હોવાથી આ કાયદો આટલો કડક બનાવી તેની હેઠળના ગુનેગારોને મોતની શિક્ષા કરવાનું ઠરાવ્યું છે.