જપ્ત કરેલી અથવા થંભાવી દીધેલી મિલકત છુટી કરવા બાબત - કલમ:૬૮(ઝેડ)

જપ્ત કરેલી અથવા થંભાવી દીધેલી મિલકત છુટી કરવા બાબત

(૧) અપરાધીનો અટકાયતનો હુકમ રદ કય। હોય અથવા પાછો ખેચ્યો હોય ત્યારે આ પ્રકરણ હેઠળ જપ્ત કરેલી અથવા થંભાવી દીધેલી મિલકતો છુટી થયેલી ગણાશે. (૨) કલમ-૬૮-એ ની પેટા કલમ (૨) ના ખંડ (એ) અથવા ખંડ (બી) અથવા ખંડ (સીસી) માં ઉલ્લેખેલી કોઇપણ વ્યકિત આ અધિનિયમ હેઠળના આવા બીજા કોઇપણ દેશના બીજા કોઇપણ દેશના બીજા કોઇપણ તત્સમાન કાયદા હેઠળના તહોમતમાંથી નિર્દેષ ઠરાવવામાં આવી હોય અથવા છોડી મુકવામાં આવી હોય અથવા નિદૉષ કરવા સામે કોઇ અપીલ ન થઇ હોય અથવા તેની સામે અપીલ થઇ હોય તો અપીલનો નિકાલ કરવામાં આવ્યો હોય જેના પરિણામે આવી મિલકત જપ્ત કરી શકાય નહી અથવા આવી વ્યકિત સામે કાઢેલા ધરપકડનું વોરંટ અથવા ધરપકડનું અધિકારપત્ર પાછું ખેંચવામાં આવ્યું હોય ત્યારે આ પ્રકરણ હેઠળ જપ્ત કરેલી અથવા થંભાવી દીધેલી મિલકત છુટી થયેલી ગણાશે.