શુધ્ધબુધ્ધિથી લીધેલા પગલાને રક્ષણ - કલમ:૬૯

શુધ્ધબુધ્ધિથી લીધેલા પગલાને રક્ષણ

આ અધિનિયમ અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમ અથવા હુકમ હેઠળ શુધ્ધબુધ્ધિથી કરેલ અથવા કરવાનો ઇરાદો હોય તેવા કોઇ કૃત્ય માટે કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર અથવા કેન્દ્ર સરકાર અથવા આ એકટ હેઠળ સતા વાપરતી અથવા કાયૅ બજાવતી અથવા ફરજ અદા કરતી બીજી કોઇપણ વ્યકિત સામે દાવો, ફરિયાદ કે બીજી કાનૂની કાયૅવાહી થઇ શકશે નહી.