નિયમો કરતી વખતે આંતરરાષ્ટ્રીય કરારને કેન્દ્ર સરકારે અને રાજય સરકારે ધ્યાનમાં લેવા બાબત - કલમ:૭૦

નિયમો કરતી વખતે આંતરરાષ્ટ્રીય કરારને કેન્દ્ર સરકારે અને રાજય સરકારે ધ્યાનમાં લેવા બાબત

આ અધિનિયમ હેઠળ, કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારને નિયમો કરવાની સતા હોય ત્યારે, પ્રસંગ પ્રમાણે કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર, આ એકટની જોગવાઇઓને આધીન રહીને નિયમો કરતી વખતે, જેમાં ભારત પક્ષકાર હોય તેવા નાર્કેટિક ડ્રગ્સ ૧૯૬૧ અંગેના સિંગલ કરારની સદરહુ કરાર સુધારાના સને ૧૯૭૨ના પ્રોટોકોલની અને માદક પદાથૅ અંગેના કરારની જોગવાઇઓને અને જેમાં ભારત પક્ષકાર હોય તેમાં જોગવાઇઓને ધ્યાનમાં લઇ શકશે. નિયમો કરતા ધ્યાનમાં લેવાના આંતરરાષ્ટ્રીય કરારો નીચે મુજબ છે. ૧૯૬૧ની નાકૅટિક ડ્રગ્સ એકટની કન્વેન્શન ૧૯૭૧ અન્ય કરારો જેમાં ભારત પક્ષકાર હોય.