વ્યસનીઓને ઓળખવા, સારવાર વગેરે માટે અને કેફી ઔષધ અને માદક પદાથૅ પૂરા પાડવા માટે કેન્દ્રો સ્થાપવાની સરકારની સતા
(૧) સરકાર વ્યસનીઓને ઓળખવા, તેની સારવાર, તેના પ્રબંધ, શિક્ષણ પછીની સંભાળ, પુનઃવસવાટ, સામાજિક પુનઃ અખંડિતતા માટે સરકાર પાસે રજીસ્ટડૅ થયેલા વ્યસનીઓને અને જેને આવો પુરવઠો પબીબી જરૂરીયાત હોય તેવા બીજા લોકોને કોઇ ઔષધ અને માદક પદાથૅના સબંધિત સરકાર ઠરાવે તેવી શરતોને આધીન રહીને અને તેવી રીતે, પુરવઠા માટે પોતે યોગ્ય ગણે તેટલા કેન્દ્રોની સ્થાપના તકી શકશે, માન્યતા આપી શકશે, અથવા પરમાણિત કરી શકશે. (૨) સરકાર પેટા કલમ (૧)માં જણાવેલ કેન્દ્રો સ્થાપવા, નિમવા, નિભાવવા, વ્યવસ્થા કરવા અને તેની દેખરેખ રાખવા માટે અને તેમાંથી કેફી ઔષધ અને માદક પદાથૅના પુરવઠા માટે અને આવા કેન્દ્રમાં રોકેલી વ્યકિતઓની નિમણૂક, તાલીમ, સતા અને ફરજો માટે જોગવાઇ કરતા આ એકટ સાથે સુસંગત નિયમો કરી શકશે.
Copyright©2023 - HelpLaw