સરકારની લેણી રકમો વસુલ કરવા બાબત
(૧) આ અધિનિયમની કોઇપણ જોગવાઇ અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમ અથવા હુકમની કોઇપણ જોગવાઇ કેન્દ્ર સરકારે અથવા રાજય સરકારને આપવા પાત્ર લાઇસન્સ ફી અથવા બીજા કોઇ પ્રકારની રકમના સબંધમાં આવી રકમ આપવાનું ફરમાવવાની સતા આપેલ હોય તેવા કેન્દ્ર સરકારના અથવા પ્રસંગ પ્રમાણે રાજય સરકારના અધિકારી જેની પાસે આવી રકમ વસુલ કરી શકાય અથવા લેણી હોય તે વ્યકિતના કોઇપણ નાણામાંથી આવી રકમ બાદ કરી શકશે. અથવા આવી વ્યકિતનો માલ જપ્ત કરીને અને વેચીને આવી રકમ અથવા નાણાં વસુલ કરી શકશે અને તેવી રકમ તેવી રીતે વસુલ કરી ન શકાય તો તે જાણે કે તે જામીન મહેસુલની બાકી હોય તેમ તેની પાસેથી અથવા તેના જામીન (હોય તો તેની) પાસેથી વસુલ કરી શકશે. (૨) કોઇ કાયૅ કરવા અથવા કરતા અટકાવવા માટે કોઇ વ્યકિત આ અધિનિયમ હેઠળ કરેલા નિયમો અનુસાર (કલમ-૩૪ અને કલમ-૩૯ હેઠળના બોન્ડ સિવાયનું) બોન્ડ આપે ત્યારે તે કાયૅ કરવું અથવા કરતા અટકાવવુ; તે ભારત કરાર એકટ ૧૮૭૨ (સને ૧૮૭૨નો ૯માં) ની કલમ-૭૪ના અથૅ મુજબ જાહેર ફરજ હોવાનું ગણાશે અને તેણે એવા બોન્ડની શરતોનો ભંગ કરેથી, એવો ભંગ કરવા માટે ભરવાની રકમ તરીકે તેમાં જણાવેલી પૂરી રકમ, જાણે કે જમીન મહેસુલની બાકી હોય તેમ તેની પાસેથી અથવા તેનો જામીન (હોય તો તેની) પાસેથી વસુલ કરી શકાશે.
Copyright©2023 - HelpLaw