હકુમતનો બાધ - કલમ:૭૩

હકુમતનો બાધ

આ અધિનિયમ હેઠળ અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમ હેઠળ નીચેની કોઇપણ બાબત અંગે કોઇ અધિકારી અથવા સતાધિકારીએ આપેલ નિણૅય અથવા કરેલ હુકમ સામે કોઇપણ દિવાની કોટૅમાં દાવો અથવા કાયૅવાહી કરી શકાશે નહી. (એ) અફીણના છોડના વાવેતર માટે કોઇ લાઇસન્સ પાછું ખેંચવાના પાડવા અથવા રદ કરવા બાબત (બી) અફીણની જાત અને મળતાપણા અનુસાર વજન, તપાસ અને વગીકરણ બાબત અને આવી તપાસ અનુસાર કરેલ પ્રમાણભુત કિંમતમાં કરેલ ઘટાડા અથવા તેમાં કરેલ વધારા બાબત. (સી) વિદેશી પદાથૅ સાથે ભેળસેળ કરવાનું જણાવેલ અફીણની જપ્તી બાબત