વચગાળાની જોગવાઇઓ - કલમ:૭૪

વચગાળાની જોગવાઇઓ

આ અધિનિયમના આરંભની તરત પહેલાં આ અધિનિયમ હેઠળમાં જોગવાઇ કરેલ કોઇ બાબતના સબંધમાં કોઇ સતા વાપરતી અથવા ફરજ બજાવતી સરકારના દરેક અધિકારી અથવા બીજા કમૅચારી આવા આરંભે, આવા આરંભની તરત પહેલા ધરાવતા હોય તે જ જગ્યાએ અને તે જ હોદ્દા ઉપર એકટની સબંધિત જોગવાઇ હેઠળ નીમવામાં આવ્યા હોય તેમ ગણાશે.