નિયમો કરવાની કેન્દ્ર સરકારની સતા - કલમ:૭૬

નિયમો કરવાની કેન્દ્ર સરકારની સતા

(૧) આ અધિનિયમની જોગવાઇઓને આધિન રહીને કેન્દ્ર સરકાર, ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને આ એકટના હેતુઓ પાર પાડવા માટે નિયમો કરી શકશે. (૨) અગાઉની સતાની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય આવા નિયમોથી નીચેની તમામ અથવા કોઇપણ બાબત માટે જોગવાઇ કરી શકશે. (એ) પ્રવાહી બનાવટોની બાબતમાં કલમ-૨ ના ખંડ (૫), (૬), (૧૪) અને (૧૫)ના હેતુઓ માટે જે રીતે જે રીતે ટકાવારીની ગણતરી કરવી જોઇશે તે રીત બાબત (બી) કલમ-૭૪ હેઠળ સુલેહ જાળવવા માટે બોન્ડનું ફોમૅ (સી) કલમ-૩૯ની પેટા કલમ (૧) હેઠળ તબીબી સારવાર માટે દોષિત વ્યસનીને છોડવા માટે કરવાના બોન્ડનું અને તેની પેટા કલમ (૨) હેઠળ યોગ્ય ઠપકો આપ્યા પછી તેને છોડતા પહેલા એવી દોષિત ઠરેલ વ્યકિતએ કરવાના બોન્ડનું ફોમૅ (સીએ) કલમ ૫૦ હેઠળ કંટ્રોલ ડિલીવરી અંગે જણાવેલ કાયૅરીતિનો ઉપયોગ કરવો. (ડી) ભારતના બહારના કોઇપણ સ્થળેથી મળેલ દસ્તાવેજ જેણે અને જે રીતે કલમ-૬૬ના ખંડ (૨) હેઠળ પ્રમાણિકૃત કરવા જોઇશે અને સતાધિકારી અથવા વ્યકિત અને તે રીત (ડીએ) કલમ-૬૮-જી ની પેટા કલમ (૨) હેઠળ જે રીતે અને જે શરતોને આધીન એડમિનીસ્ટ્રેટથી મિલકતોની વ્યવસ્થા કરાય તે (ડીબી) કલમ-૬૮-એન ની પેટા કલમ (૨) હેઠળ એપેલેટ ટ્રિબયુનલના ચેરમેન અને મેમ્બરોની નોકરીની ટર્મ્સ અને કંડીશન્સ (ડીસી) એપેલેટ ટ્રિબ્યુનલના રેકડૅસ અને રજિસ્ટરો તપાસવા માટે ભરવાની ફી અંગે અથવા કલમ-૬૮-ઓ હેઠળ તેની પ્રમાણિત નકલ મેળવવા અંગે ભરવાની ફી અંગે (ડીડી) કલમ-૬૮-આર હેઠળ સક્ષમ સતાધિકારી અને એપેલેટ ટ્રિબ્યુનલ સિવિલ કોર્ટની જે સતાઓ વાપરી શકે તે અંગે (ડીઇ) આ અધિનિયમ હેઠળ જપ્ત કરેલ બધી ચીજવસ્તુઓના નિકાલ અંગે (ડીએફ) નમુના લેવા અને તેની ચકાસણી તથા વિશ્ર્લેષ્ણ કરવા અંગે (ડીજી) અધિકારીઓ બાતમીદારો અને અન્ય વ્યકિતને આપવાના ઇનામો અંગે (ઇ) કેફી ઔષધ અને માદક પદાથૅ ની કેન્દ્ર સરકાર પાસે રજીસ્ટર્ડ થયેલ વ્યસનીને અને બીજાને કલમ ૭૧ની પેટા કલમ (૧) હેઠળ કેન્દ્ર સરકારે સ્થાપેલ કેન્દ્રોની સ્થાપના નિમણુક, નિભાવ, વ્યવસ્થા અને દેખરેખ બાબત અને આવા કેન્દ્રોમાં રોકેલ વ્યકિતઓને નિમણૂંક, તાલીમ, સતા અને ફરજો બાબત (જી) નાૌટિક, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટન્સ કન્ટેટીવન કમિટીના અધ્યક્ષ અથવા સભ્યના હોદાની મુદત, ખાલી જગ્યા ભરવાની રીત અને તેમને આપવાના ભથ્થા બાબત અને કલમ ૬ની પેટા કલમ (૫) હેઠળ જે શરતને અને મયદાને આધિન રહીને સબકમિટીમાં બિનસભ્યોને નીમી શકાશે તે શરતો અને મયાદાઓ બાબત (એચ) ઠરાવવામાં આવે તેવી ઠરાવી શકાય તેવી બીજી કોઇપણ બાબત