સંસદ સમક્ષ મુકવાના નિયમો અને જાહેરનામા - કલમ:૭૭

સંસદ સમક્ષ મુકવાના નિયમો અને જાહેરનામા

કેન્દ્ર સરકારે આ કાયદા હેઠળ કરેલો દરેક નિયમ અને કલમ-૨ના ખંડ (૭-એ), ખંડ (૧૧), ખંડ (૨૩-એ), કલમ-૩ અને કલમ-૭-એ, કલમ-૯-એ અને કલમ ૨૭ના ખંડ (એ) હેઠળ બહાર પાડેલ દરેક જાહેરનામું, તે કરવામાં અથવા કાઢવામાં આવે તે પછી બનતી ત્વરાએ સંસદનું સત્ર ચાલુ હોય તે દરમ્યાન સંસદના દરેક ગૃહ સમક્ષ એક સત્ર અથવા બે કે વધુ લાગલગાટ સતાની તરત પછી આવતું સત્ર પૂરૂ થાય તે પહેલા, તે નિયમ અથવા જાહેરનામામાં કોઇ ફેરફાર કરવા બંને ગૃહો સંમત થાય અથવા બંને ગૃહો એમ સંમત થાય કે તે નિયમ અથવા જાહેરનામું કરવું અથવા બહાર પાડવું જોઇએ નહી તો તે નિયમ અથવા જાહેરનામું ત્યારબાદ એવા ફેરફાર કરેલા સ્વરૂપમાં જ અમલમાં રહેશે અથવા અમલમાં રહેશે નહી. જેથી કરીને આવી કોઇ ફેરફાર અથવા રદ કરવાને, તે નિયમ અથવા જાહેરનામા હેઠળ અગાઉ કરેલ કોઇ કૃત્યની કાયદેસરતાને બાધ આવશે નહી.