નિયમો કરવાની રાજય સરકારની સતા - કલમ:૭૮

નિયમો કરવાની રાજય સરકારની સતા

(૧) આ અધિનિયમની બીજી જોગવાઇઓને આધિન રહીને, રાજય સરકાર, ગેઝેટમા; જાહેરનામું બહાર પાડીને રાજય સરકાર આ એકટના હેતુઓ પાર પાડવા માટે નિયમો કરી શકશે. (૨) અગાઉની સતાની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય, આવા નિયમોથી નીચેના તમામ અથવા કોઇપણ બાબત માટે જોગવાઇ કરી શકશે. (એ) કેફી ઔષધ અને માદક પદાથૅ કલમ ૭૧ની । પેટા કલમ (૧) હેઠળ રાજય સરકાર પાસે રજીસ્ટર્ડે થયેલ વ્યસનીને બીજાને તબીબી જરૂરીયાત માટે જે શરતો અને જે રીતે પૂરા પાડવા જોઇશે તે શરત અને રીત બાબત (બી) કલમ-૭૧ની પેટા કલમ (૧) હેઠળ સ્થાપેલ કેન્દ્રોની મહેકમ, નિમણૂક, નિભાવ, વ્યવસ્થા, દેખરેખ બાબત અને એવા કેન્દ્રોમાં કામે રાખેલ વ્યકીતઓની નિમણુંક, તાલીમ, સતા ને ફરજો બાબત (સી) ઠરાવવાની અથવા ઠરાવવામાં આવે તેવી બીજી કોઇપણ બાબત (૩) આ અધિનિયમ હેઠળ રાજય સરકારે કરેલ દરેક નિયમ, તે કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ, તે રાજયના વીધાન મંડળ સમક્ષ મુકવો જોઇશે.