કસ્ટમ અધિનિયમ ૧૯૬૨ લાગુ પાડવા બાબત - કલમ:૭૯

કસ્ટમ અધિનિયમ ૧૯૬૨ લાગુ પાડવા બાબત

કેફી ઔષધ અને માદક પદાથૅના ભારતમાં આયાત કરવા, ભારતમાંથી નિકાસ કરવા અને તેની હેરફેર કરવા અંગે, આ અધિનિયમની રૂએ અથવા તે હેઠળ મુકેલા તમામ પ્રતિબંધો અને મયૅાદાઓ, કસ્ટમ એકટ ૧૯૬૨ના (૫૨ માં) થી અથવા તે હેઠળ મુકેલી પ્રતિબંધો અને મયૅાદાઓ હોવાનું ગણાશે અને તે એકટની જોગવાઇઓ તે અનુસાર લાગુ પડશે. જોગવાઇ કરવામાં આવી છે કે કંઇ પણ હોય, તે એકટ હેઠળ અને આ એકટ હેઠળ શિક્ષા પાત્ર ગુનો હોય ત્યારે તે એકટમાંનો અથવા આ કલમમાંના કોઇપણ મજકુરથી આ અધિનિયમ હેઠળ ગુનેગારને શિક્ષ કરવામાં બાધ આવશે નહી.