રદ કરવા બાબત અને અપવાદ - કલમ:૮૨

રદ કરવા બાબત અને અપવાદ

(૧) ઓપીયમ એકટ ૧૮૫૭ (સને ૧૮૫૭નો ૧૩મો) ઓપીયમ એકટ ૧૮૭૮નો ૧લો અને ડેન્જરસ ડ્રગ્સ એકટ ૧૯૩૦ (સને ૧૯૩૦નો ૨ જો) આથી રદ કરવામાં આવે છે. (૨) એવી રીતે રદ કરવા છતાં પેટા કલમ (૧) થી રદ કરેલા અધિનિયમો પૈકી કોઇ અધિનિયમ હેઠળ કરેલ અથવા લીધેલ કોઇ પગલું અથવા કરવાનું અથવા લેવાનું અભિપ્રેત હોય તેવા કોઇ કૃત્ય અથવા કોઇ પગલું આ એકટની જોગવાઇઓ સાથે જેટલે સુધી અસંગત ન હોય તેટલે સુધી આ એકટની તત્સમાન જોગવાઇઓ હેઠળ કરેલ અથવા લીધેલી હોવાનું ગણાશે.