મુશ્કેલી દૂર કરવાની સતા - કલમ:૮૩

મુશ્કેલી દૂર કરવાની સતા

(૧) આ અધિનિયમની જોગવાઇઓને અમલમાં લાવવામાં કોઇ મુશ્કેલી ઉપસ્થિત થાય તો કેન્દ્ર સરકાર ગેઝેટમાં હુકમ પ્રસિધ્ધ કરીને મુશ્કેલી દૂર કરવા પોતાને જરૂરી અથવા ઇષ્ટ લાગે તેવી આ અધિનિયમની જોગવાઇઓ સહિતની જોગવાઇઓ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે જે તારીખે આ અધિનિયમની રાષ્ટ્રપતિ અનુમતિ મળે તે તારીખથી ત્રણ વષૅની મુદત પુરી થાય પછી આવો કોઇ હુકમ લાગુ કરી શકાશે નહી. (૨) આ કલમ હેઠળ કરેલ દરેક હુકમ તે કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ સંસદના ગૃહો સમક્ષ મુકવો જોઇએ.