ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો - કલમ:૫

ઉગ્ર પ્રવેશ જાતીય હુમલો

(એ) જે કોઇ વ્યકિત પોલીસ અધિકારી હોય (૧) જયાં તેની નિમણુક થઇ હોય તે પોલીસ સ્ટેશનની હદમાં અથવા જગ્યાની ક્ષેત્ર મયૅાદાની અંદર અથવા (૨) કોઇપણ પોલીસ સ્ટેશનના સ્થળમાં જયાં તેની નિમણુક થઇ હોય કે ન થઇ હોય અથવા (૩) તેની ફરજ દરમ્યાન અથવા અન્યથા અથવા (૪) જયાં તે પોલીસ અધિકારી તરીકે ઓળખાતો હોય અથવા જાણીતો હોય બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (બી) જે કોઇ સશસ્ત્ર દળોનો અથવા સુરક્ષા દળોનો સભ્ય હોય (૧) આવી વ્યક્તિને ગોઠવવામાં આવેલ વિસ્તારના ક્ષેત્ર મયૅાદાની અંદર અથવા (૨) દળો અથવા સશસ્ત્ર દળોના તાબામાં હોય એવો કોઇપણ વિસ્તારમાં અથવા(૩) તેની ફરજ દરમ્યાન અથવા અન્યથા અથવા (૪) જયા આવી જણાવેલી વ્યકિત સુરક્ષા અથવા સશસ્ત્ર દળના સભ્ય તરીકે ઓળખીતી અથવા જાણીતી હોય (સી) જે કોઇ જાહેર નોકર હોય બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (ડી) જે કોઇ વ્યકિત જેલ રિમાન્ડ હોમ સંરક્ષણ ગૃહ અન્વેક્ષણ ગૃહ અવેક્ષણ ગૃહ (દેખભાળ ગૃહ) અથવા જે તે સમયમાં અમલી હોય તેવા કોઇ કાયદાથી અથવા તે અન્વયે અપાયેલ જાપ્તાના અન્ય સ્થળ અથવા કાળજી અને સંભાળ લેવાના સ્થળે સંચાલક અથવા કમૅચારી વર્ગનો સભ્ય હોય ને આવી જેલ રિમાન્ડ હોમ સંરક્ષણ ગૃહ અન્વેક્ષણ ગૃહ અથવા જાતાના અન્ય કોઇપણ સ્થળ અથવા કાળજી અને સંરક્ષણમાં રહેતા કોઇપણ નિવાસી બાળક ઉપર અંગ – પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (ઇ) જે કોઇ વ્યક્તિ સરકારી અથવા ખાનગી હોસ્પીટલના સંચાલક અથવા કમૅચારી વગૅનો હોય હોસ્પીટલમાં બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (એફ) જે કોઇ વ્યકિત શૈક્ષણિક અથવા ધાર્મિક સંસ્થાનો સંચાલક અથવા કમૅચારી વર્ગનો હોય હોસ્પીટલમાં બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (જી) જે કોઇ બાળક ઉપર સામૂહિક પ્રર્વે જાતિય હુમલો કરે. સ્પષ્ટીકરણ:- જયારે કોઇ બાળક સાથે એક અથવા એકથી વધુ વ્યક્તિઓ સમૂહમાં મળીને તેઓનો સામાન્ય ઇરાદાના સ્વરૂપમાં કરવામાં આવ્યુ હોય તો ત્યાં અમાની દરેક વયકિત સામૂહિક પ્રવેશ જાતિય હુમલા માટેના અપૅની અંદર આ કલોઝ હેઠળ આવરી લેવામાં આવશે અને આવી દરેક વ્યકિતએ આ કૃત્ય માટે સમાન રીતે જવાબદાર ગણવામાં આવશે કે જેને તેના એકલા દ્વારા કરવામાં આવ્યુ હોય અથવા (એચ) જે કોઇ પ્રવેશ માટે બાળક ઉપર પ્રાણઘાતક હથિયાર ગોળીબાર મારવા માટેનુ કોઇપણ સાધન અથવા પાક ધમકીના કોઇપણ સાધનના ઉપયોગ કરીને બાળક સાથે પ્રવેશ જાતિય હુમલો કરે અથવા આઇ) જે કોઇ અંગ – પ્રવેશ માટે બાળકને મહાવ્યથા અથવા શારીરિક નુકશાન અથવા ઇજા અથવા બાળકના ગુપ્ત અંગોમાં ઇજા પહોંચી જાતિય હુમલો કરે અથવા (જે) જે કોઇ બાળક ઉપર જાતીય હુમલો કરે જેમા (૧) બાળકને મૅન્ટ હેલ્થ એકટ ૧૯૮૭ (૧૯૮૭ના ૧૪માં) ની કલમ ૨ના કલોઝ બી માં વણીત કરવામાં આવેલ વ્યાખ્યા મુજબ શારીરિક રીતે અસક્ષમ બને અથવા માનશિક રીતે બીમાર થાય અથવા એવી કોઇપણ પ્રકારની ઇજાને લીધે બાળક કામચાલાઉ અથવા કાયમી ધોરણે પોતાના નિયમિત કાર્યો કરવા માટે અસક્ષમ બને અથવા (૨) બાળ છોકરીના કિસ્સામાં જાતિય હુમલાનુ પરિણામ સ્વરૂપે તેણીનુ ગમૅવતી થવું અથવા (૩) બાળકને ચેપી માનવીય રોગના જંતુ (HIV) અથવા અન્ય કોઇપણ જીવનને ભયમાં મુકતા રોગો અથવા એવો ચેપ ફેલાવે કે જેનાથી કાતો તે કામચલાઉ અથવા કાયમી રીતે શારીરિક રીતે અસક્ષમ બને અથવા માનસિક રીતે બીમાર બને કે જેના લીધે બાળક પોતાના નિયમિત કાર્યો કરી શકવા માટે અસમથૅ બને અથવા (કે) જે કોઇ બાળકની માનસિક અથવા શારીરિક અસક્ષમતાનો લાભ લઇ બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (એલ) જે કોઇ એકથી વધારે વાર અથવા વારંવાર બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (એમ) જે કોઇ બાર વષૅથી નીચેની ઉંમરના બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (એન) જે કોઇ બાળકનો સગો વ્હાલો હોય કે જે લોહીના અથવા દંતકવિધાનના અથવા લગ્નના અથવા વાલીપણાના અથવા ઉછેર કાળના અથવા બાળકના માતા પિતા સાથે કૌટુંબિક સગપણના અથવા બાળક સાથે સમાન અથવા એકજ ઘરમાં સરખી ભાગીદારીથી રહેતો હોય તેવો સબંધ ધરાવનાર બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (ઓ) જે કોઇ સંસ્થા કે જે બાળકને કોઇપણ સેવા પૂરી પાડતી હોય તેનો કોઇ માલિક અથવા વ્યવસ્થાપક અથવા કમૅચારી ગણ હોય તેવી સંસ્થામાં બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (પી) જે કોઇ ટ્રસ્ટી અથવા સતાધિકારીની રૂએ હોય સંસ્થામાં અથવા ઘરમાં અથવા અન્યથા કોઇપણ જગ્યાએ બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (કર્યુ. જે કોઇ બાળક ગભવતી છે તે જાણવા છતા તેની ઉપર અંગ – પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (આર) જે કોઇ બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અને તેને મારી નાખવાનો પ્રયત્ન કરે અથવા (એસ) જે કોઇ કોમી અથવા સાંપ્રદાયિક હિંસાના સમયે બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અથવા (ટી) જે કોઇ બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અને જે અગાઉ પણ આ અધિનિયમ હેઠળના કોઇપણ ગુના અથવા તેવા સમયે અમલી કોઇપણ કાયદા હેઠળ સજાપાત્ર જાતિય ગુના માટે દોષિત ઠરેલો હોય અથવા (યુ) જે કોઇ બાળક ઉપર પ્રવેશ જાતિય હુમલો કરે અને જાહેરમાં નગ્ન અથવા નગ્ન કવાયત કરાવે આ ઉગ્ર પ્રવેશ જાતિય હુમલો કર્યો કહેવાશે.