જાતિય સતામણી - કલમ:૧૧

જાતિય સતામણી

એવી વ્યકિત કે જે વ્યકિત જાતીય ઇરાદા સાથે (૧) કોઇ શબ્દ ઉચ્ચારે અથવા કોઇ અવાજ કાઢે કે જેને બાળક સાંભળી શકે અથવા કોઇપણ હાવભાવ વડે અથવા ઇરાદાથી કોઇ વસ્તુ શરીરનો કોઇપણ અંગ બતાવે કે જેને બાળક જોઇ શકે અથવા (૨) બાળકને તેના શરીર અથવા તેના શરીરનો કોઇપણ ભાગને એવી રીતે પ્રદશિત કરાવે કે તેને આવી વ્યકિત અથવા અન્ય કોઇ વ્યકિત જોઇ શકે અથવા (૩) નગ્ન કામચેષ્ટાના ઇરાદા સહિત પ્રચાર પ્રસારના માધ્યમ અથવા અન્ય કોઇપણ રીત દ્રારા બાળકને કોઇ વસ્તુ તરીકે દેખાડવો અથવા (૪) પ્રત્યક્ષ રીતે કાં તો ઇલેકટ્રોનીક અથવા તો આંકડાકીય રીતે અથવા અન્ય કોઇપણ સાધન વડે વારંવાર અથવા સતત બાળકનો પીછો કરવો અથવા નજર રાખવી અથવા (૫) બાળકને કોઇપણ પ્રચાર પ્રસારના કોઇપણ માધ્યમ દ્રારા વાસ્તવિક કે બનાવટી ખોટી રીતના ચિત્ર શબ્દોમાં કે જે ઇલેકટ્રોનીક ચલચિત્ર અથવા આંકડાકીય અથવા અન્ય કોઇપણ રીતના સાધન વડે બાળકના શરીરના કોઇપણ ભાગને અથવા બાળકને સાંકળીને જાતિય કૃત્ય માટે રજૂ કરીને ઉપયોગ કરવાની ધમકી આપવી અથવા (૬) નગ્ન કામચાના તંતુસર બાળકને લલચાવો અયવા આના માટે બાળકને ઉપહાર આપવો તેઓ એ બાળક ઉપર જાતિય સતામણી કરે છે તેમ કહેવાય સ્પષ્ટીકરણ:- જાતિય ઇરાદા સબંધીત કોઇપણ સંલગ્નતાનો પ્રશ્ન એ હકીકતનો પ્રશ્ન ગણવામાં આવશે.